(ANI Photo)

સંપત્તિના ફરી વહેંચણી અને વારસાઇ ટેક્સના મુદ્દે કોંગ્રેસને સાણસામાં લેવાનું ચાલુ રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ તેમની સંપત્તિને સરકારમાં જતી બચાવવા માટે તેમની માતા ઇન્દિરા ગાંધીના મૃત્યુ પછી 1985માં વારસાઇ ટેક્સ  નાબૂદ કર્યો હતો. વારસાઈ ટેક્સની નાબૂદીનો લાભ લીધા પછી કોંગ્રેસ હવે ફરી આ ટેક્સ લાદવા માગે છે.

મોદીએ મધ્યપ્રદેશના મોરેનામાં એક ચૂંટણીસભામાં મોદીએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે વારસાઈ ટેક્સ દ્વારા લોકોની અડધાથી વધુ કમાણી છીનવી લેશે. પોતાને દેશભક્ત ગણાવતા લોકો જાતિગત વસ્તી ગણતરીના ‘એક્સ-રે’થી ડરે છે, તેવી રાહુલ ગાંધીની ટિપ્પણીના એક દિવસ પછી મોદીએ વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ લોકોની મિલકતો અને કીમતી ચીજવસ્તુઓનો એક્સ-રે કરાવી જનતાની જ્વેલરી અને નાની બચત જપ્ત કરવા માંગે છે. કોંગ્રેસે કરેલા પાપો વિશે તમારા કાન ખોલીને સાંભળો. હું એક રસપ્રદ હકીકત જણાવવા માંગુ છું. બહેન ઈન્દિરા ગાંધીનું અવસાન થયું ત્યારે કાયદા મુજબ તેમની સંપત્તિનો અડધો હિસ્સો સરકારને જતો હતો. તે સમયે એવી ચર્ચા હતી કે ઈન્દિરાજીએ તેમની સંપત્તિ તેમના પુત્ર રાજીવ ગાંધીના નામે કરી હતી. ઇન્દિરા ગાંધીની સંપત્તિ સરકારમાં જતી બચાવવા માટે તત્કાલિન પીએમ રાજીવ ગાંધીએ વારસાઇ ટેક્સ નાબૂદ કર્યો હતો.

રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતાં મોદીએ વધુમાં જણાવ્યું હતું કે વિરોધ પક્ષના ‘શહેજાદા’ના સલાહકારે હવે વારસાઇ ટેક્સ લાદવાનું સૂચન કર્યું છે,

LEAVE A REPLY