નોર્થ વેસ્ટ લંડનના હેયઝમાં રહેતા 60 વર્ષીય જોન હેલિસીની હત્યાના આરોપ બદલ લેન્સબરી ડ્રાઇવ, હેયઝ ખાતે રહેતા રાજીન્દર પાલ (ઉ.વ. 44) પર બુધવાર, 4 જાન્યુઆરીના રોજ આરોપ મૂકવામાં આવ્યો હતો. તેને ગુરુવાર, 5 જાન્યુઆરીએ અક્સબ્રિજ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કસ્ટડીમાં રજૂ કરવામાં આવ્યો હતો.

લેન્સબરી ડ્રાઇવમાં સપોર્ટેડ રેસિડેન્શિયલ એકોમોડેશનમાં એક વ્યક્તિ પર હુમલો થયો હોવાના અહેવાલો બાદ સોમવાર, 2 જાન્યુઆરીના રોજ આશરે 23:50 કલાકે પોલીસને બોલાવાઇ હતી. ઓફિસરો અને લંડન એમ્બ્યુલન્સ સર્વિસે હાજરી આપી હતી. ઇમરજન્સી સેવાઓના પ્રયત્નો છતાં જોન હેલિસીનું મરણ થયું હતું.

બુધવાર, 4 જાન્યુઆરીના રોજ કરાયેલ પોસ્ટમોર્ટમમાં પુષ્ટિ થઈ હતી કે તેનું મૃત્યુ ગરદનના ભાગે દબાણ આપવાથી થયું હતું. મૃતક અને ધરપકડ કરાયેલ પાલ બંને ત્યાં જ રહેતા હતા. પૂછપરછ ચાલુ છે.

LEAVE A REPLY