ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીને સોમવારે ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં 85 કિલોગ્રામ ચાંદીથી તોલવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાને આ ચાંદી ગૌશાળાઓના કલ્યાણ માટે દાનમાં આપી હતી. સમસ્ત મહાજન ટ્રસ્ટ દ્વારા આ રજત તુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રુપાણીએ કહ્યું હતું કે અમારી સરકાર પશુધનના કલ્યાણ માટે કૃતસંકલ્પ છે. અમે ગૌહત્યા રોકવા માટે કડક કાયદો બનાવ્યો છે. જે અંતર્ગત 12 વર્ષ સુધીની જેલ થઇ શકે છે. આ સિવાય ગૌશાળાને આર્થિક મદદ પણ આપવામાં આવી રહી છે. જેથી કરીને ગાયોને સમય પર ઘાસચારો પહોંચી શકે. તેમણે કહ્યું હતું કે અમે પક્ષીઓના ઇલાજ માટે વધારે સારી વ્યવસ્થા ઉભી કરી છે. રુપાણી સરકાર પ્રમાણે સરકારે કરુણા અભિયાનની શરુઆત કરી છે.