રવિવારના (14 મે) પહેલા મુકાબલામાં પણ રાજસ્થાન રોયલ્સે ઘરઆંગણે બેંગલોર સામેની મેચમાં બેટિંગમાં ધબડકો વાળતાં 112 રનથી નામોશીભર્યો પરાજય થયો હતો. બેંગલોરે આપેલા 172 રનના ટાર્ગેટ સામે રાજસ્થાને આ સિઝનનો પોતાનો સૌથી ઓછો, 59 રનનો સ્કોર કર્યો હતો. ટીમ ફક્ત 10.3 ઓવર જ મેદાન ઉપર ટકી શકી હતી. ટીમે પાવરપ્લેમાં જ 25 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને બાકીના બેટર્સ પણ કઈંક ખાસ કરી શક્યા નહોતા. રાજસ્થાનના ફ્કત બે ખેલાડી – જો રૂટ અને શિમરોન હેટમાયર બે આંકડાનો સ્કોર નોંધાવી શક્યા હતા.
બેંગલોર તરફથી સુકાની ફાફ ડુ પ્લેસીએ 55 અને ગ્લેન મેક્સવેલે 54 રન કર્યા હતા. બેંગલોરના પાર્નેલે ત્રણ ઓવરમાં 10 રનમાં ત્રણ વિકેટ ખેરવી પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.