ઘણા દેશોની બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનાર એસ. એસ રાજામૌલીની ‘RRR’ હજુ પણ તેનો જાદુ ઓછો થયો નથી. આ ફિલ્મને પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ એવોર્ડની બે કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. જુનિયર એનટીઆર અને રામ ચરણ અભિનીત ફિલ્મને શ્રેષ્ઠ બિન અંગ્રેજી ભાષાની ફિલ્મ અને નાચો નાચો માટે શ્રેષ્ઠ મૂળ ગીત માટે નામાંકિત કરવામાં આવી છે.
RRR એકમાત્ર ભારતીય ફિલ્મ છે જેણે અંતિમ પાંચમાં સ્થાન મેળવ્યું છે. RRR ઉપરાંત, ‘ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ’ (જર્મની), ‘આર્જેન્ટિના, 1985’ (આર્જેન્ટિના), ‘ક્લોઝ’ (બેલ્જિયમ) અને ‘ડિસીઝન ટુ લીવ’ (દક્ષિણ કોરિયા) જેવી ફિલ્મો પણ નોન કેટેગરીમાં છે.
એવોર્ડ સમારોહ લોસ એન્જલસમાં 10 જાન્યુઆરીએ (ભારતમાં 11 જાન્યુઆરીની વહેલી સવારે) યોજાશે અને હાસ્ય કલાકાર જેરોડ કાર્માઇકલ દ્વારા હોસ્ટ કરવામાં આવશે. દક્ષિણ ભારતની સાથે આ ફિલ્મને હિન્દી દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં હલચલ મચાવી હતી. દેશ બાદ વિદેશમાં પણ તેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ‘આરઆરઆર’ જોયા બાદ આંતરરાષ્ટ્રીય દર્શકો આ ફિલ્મની પ્રશંસા કરી રહ્યા છે.આ જ કારણ છે કે આ ફિલ્મ વિશ્વભરમાં 1100 કરોડથી વધુનો બિઝનેસ કરવામાં સફળ રહી હતી.