Rajamouli graced the front page of the Los Angeles Times
(Photo by STR/AFP via Getty Images)

ફિલ્મ RRRના ડાયરેક્ટર રાજામૌલી તાજેતરમાં અમેરિકાના પ્રતિષ્ઠિત “લોસ એન્જલસ ટાઇમ્સ”ના ફ્રન્ટ પેજ પર ચમક્યા હતા. “હેડી પોસિબિલિટીઝ ફોર RRR ડાયરેક્ટર”ના હેડિંગ સાથેના આર્ટિકલમાં એસએસ રાજામૌલીને ભારતના અગ્રણી એક્શન ફિલ્મમેકર તરીકે ઓળખવામાં આવ્યા હતા. હોલીવુડમાં એસએસ રાજામૌલીના સફળ થવાની શક્યતાઓ પણ આવરી લેવામાં આવી હતી. 

ફિલ્મ નિર્માતા SS રાજામૌલી દ્વારા નિર્દેશિત RRR આ વર્ષની ભારતની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ હતી. તાજેતર જ એસએસ રાજામૌલીએ RRR માટે ઓસ્કર મેળવવા માટે પ્રચાર શરૂ કર્યો છે. તેમણે સમગ્ર યુ.એસ.એ.માં RRRની વિશેષ સ્ક્રિનિંગમાં હાજરી આપી હતી અને તેમને જબરદસ્ત આવકાર મળ્યો હતો.  

લગભગ બે દશક પહેલા ફિલ્મ ડિરેક્ટર તરીકે કારકિર્દી શરુ કરનાર રાજામૌલીએ સાઉથ ઈન્ડિયન ભાષામાં અનેક સફળ ફિલ્મો આપી છે. બિગ બજેટ તેલુગુ અને તમિલ ભાષાની ફિલ્મ ‘બાહુબલી’ને પાન ઈન્ડિયા રિલીઝ કરવાનો તેમનો જુગાર સફળ રહ્યો હતો અને ફિલ્મની રિલીઝની સાથે જ, તેમણે દર્શકો તરફથી પ્રશંસા મેળવી હતી. ‘બાહુબલી’ સિરીઝની બીજી ફિલ્મ બાદ, ‘RRR’ની સફળતાની સાથે જ તેમણે ફરી એકવાર તેમના ટેલેન્ટ અને વિઝનને સાબિત કર્યું હતું. 

પિતા વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા લિખીત વાર્તા પર આધારિત ફિલ્મ ‘RRR’માં રામચરણ, જુનિયર એનટીઆર, અજય દેવગણ, આલિયા ભટ્ટ નજર આવ્યા હતા. આ ફિલ્મે ગ્લોબલ બોક્સ ઓફિસ પર ડંકો વગાડતાં, રૂપિયા 1200 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. અમેરિકામાં પણ રિલીઝ થયેલી ‘RRR’ સફળ રહી હતી અને ફિલ્મના સોન્ગ્સ પર અમેરિકન દર્શકો પણ નાચતાં નજર આવ્યા હતા. રાજામૌલીએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મારા માનવામાં નથી આવતું કે ફિલ્મ પશ્ચિમ દેશોમાં આટલું સારું પ્રદર્શન કર્યું છે. દર્શકોએ જે પ્રેમ આપ્યો છે, તે ભવિષ્યમાં વધુ સારી ફિલ્મ બનાવવા માટે પ્રેરણારૂપ બનશે.  

LEAVE A REPLY