પ્રસ્તુત તસવીરમાં જેન હટ, રાજ અગ્રવાલ અને માર્ક ડ્રેકફોર્ડ

એશિયન ફાર્માસિસ્ટ અને વેલ્સના જાણીતા બિઝનેસમેન રાજ અગ્રવાલને જાતિ સમાનતા અને સમાવેશમાં તેમના યોગદાન માટે વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડ અને મિનિસ્ટર જેન હટ દ્વારા કાર્ડિફમાં વેલ્શ સેનીડ ખાતે યોજાયેલા ભરચક કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત બ્લેક હિસ્ટ્રી વેલ્સ કોમ્યુનિટી એવોર્ડ આપવામાં આવ્યો છે.

છેલ્લા 20 વર્ષોમાં વેલ્સમાં ભારતીય માનદ કોન્સલ તરીકેની ભૂમિકા સહિત વેલ્સમાં એશિયન સમુદાય માટે કરેલા અથાક કાર્યો માટે રાજ અગ્રવાલને આ એવોર્ડ માટે પસંદ કરાયા હતા.  રાજ દસ વર્ષથી રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટીના ફેલો પણ છે અને કાર્ડિફમાં ફાર્મસીઓની ચેઇન ચલાવતા હતા. તાજેતરમાં જ વરિષ્ઠ સેવાઓમાં વધુ વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે રોયલ નેવીમાં માનદ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

રેસ કાઉન્સિલ કેમરુ, બ્લેક હિસ્ટ્રી કેમરુ અને બ્લેક હિસ્ટ્રી વેલ્સ દ્વારા આ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY