ગુજરાતમાં ચાલુ અઠવાડિયા દરમિયાન સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી વચ્ચે સુરતમાં સોમવાારે સવારે તોફાની વરસાદ વરસી પડ્યો હતો. સવારે બે કલાકમાં 2 ઈંચ જેટલો ભારે વરસાદ વરસી જવાથી ભાઈ ભરાઈ ગયા હતા. અને જનજીવનનને અસર થઈ હતી. આગામી સમયમાં પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમયમાં વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ દરમિયાન સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી સહિતના દક્ષિણ ભાગમાં વરસાદ તૂટી પડશે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં આગામી દિવસોમાં ભારે વરસાદ થશે.
રાજ્યમાં ઠેર-ઠેર ભારેથી અતિભારે વરસાદની સાથે ગુજરાતના મધ્ય ભાગમાં અમદાવાદ, ગાંધીનગર સહિત ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર સહિતના જીલ્લાઓમાં તોફાની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ સારો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.