હવામાનની આગાહી કરતી અગ્રણી ભારતીય કંપની સ્કાઈમેટના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે. આગામી જૂન-જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર એ ચાર મહિના દરમિયાન સરેરાશ 880.6 મીમી વરસાદની તુલનામાં આ વર્ષે 98% વરસાદ થવાની શક્યતા છે. ગત 21 ફેબ્રુઆરી, 2022ના રોજ બહાર પાડવામાં આવેલી તેની અગાઉની પ્રાથમિક આગાહીમાં સ્કાયમેટે ચોમાસુ 2022 સામાન્ય રહેવાનો અંદાજ મૂક્યો હતો અને હવે તે જ જાળવી રાખ્યું છે. સામાન્ય વરસાદનો ફેલાવો LPA ના 96-104% પર ફેલાયો છે.
સ્કાઈમેટમા સીઈઓ યોગેશ પાટિલના જણાવ્યા પ્રમાણે છેલ્લી 2 મોનસૂન સિઝન બેક-ટૂ-બેક લા નીના ઘટનાઓથી પ્રેરિત રહી છે. આ અગાઉ લા નીના ઠંડીમાં ઝડપથી ઘટવા લાગી હતી પરંતુ પૂર્વીય હવાઓ ઝડપી હોવાના કારણે તેની વાપસી નથી થઈ શકી. જો કે તેની ટોચ પર પહોંચી ગયું છે, પ્રશાંત મહાસાગરની લા નીના ઠંડક દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની શરૂઆત પહેલા પ્રબળ થવાની સંભાવના છે. એટલા માટે અલ નીનોની ઘટનાથી ઈન્કાર કરવામાં આવે છે જે સામાન્ય રીતે મોનસૂનને હેરાન કરે છે. જો કે, ચોમાસામાં અચાનક અને તીવ્ર વરસાદની અપેક્ષા રાખવામાં આવે છે, જે અસામાન્ય રીતે લાંબા દુષ્કાળની વચ્ચે થાય છે.
ભૌગોલિક જોખમોના સંદર્ભમાં સ્કાઈમેટ રાજસ્થાન અને ગુજરાત તેમજ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ઉત્તરપૂર્વીય પ્રદેશોને સમગ્ર સિઝન દરમિયાન વરસાદની અછતની સંભાવનાની અપેક્ષા રાખે છે. આ ઉપરાંત જુલાઈ અને ઓગસ્ટના મુખ્ય ચોમાસાના મહિનાઓમાં કેરળ રાજ્ય અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં ઓછો વરસાદ પડશે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ, ઉત્તર ભારતના કૃષિ ક્ષેત્ર અને મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશના વરસાદ આધારિત ક્ષેત્રોમાં સામાન્યથી વધારે વરસાદ થશે. જૂનની શરૂઆતમાં ચોમાસાની શરૂઆત સારી થવાની આગાહી છે.