મુંબઈમાં ગુરુવારની સાંજથી ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાયા હતા. વરસાદના કારણે દાદર, સાયન, હિંદમાતા, અંધેરી સબ વે, ગાંધી માર્કેટ, કુર્લા સહિતના તમામ વિસ્તારોમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે ગુરુવાર અને શુક્રવાર માટે યલો એલર્ટ જારી કરીને અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે શનિવાર અને રવિવાર માટે ગ્રીન એલર્ટ જારી કર્યો છે.
ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવનું સંકટ સર્જાયું હતું પાણી ભરાવાના કારણે મુંબઈના અનેક રૂટ્સને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતા. વરસાદના કારણે મુંબઈમાં રેલવેની ગતિ ધીમી પડી છે. પાટા પર પાણી ભરાઈ જવાના કારણે કુર્લા-વિદ્યા નગર લાઈન પર ટ્રેન 20થી 25 મિનિટ મોડી ચાલી રહી છે. હાર્બર લાઈનની સ્થિતિ પણ એવી જ છે.
હવામાન વિભાગે આજે સાંજે 4:26 કલાકે હાઈ ટાઈડની આશંકા દર્શાવી છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને વિભાગે દરિયા કિનારે જવાને લઈ એલર્ટ આપી દીધું છે. આગાહી પ્રમાણે હાઈ ટાઈડ દરમિયાન દરિયાની લહેરો 4 મીટર ઉંચે ઉઠી શકે છે.