વધુ લોકોને તેમની ઑફિસો અને કામના સ્થળો પર પાછા લાવવા માટે સરકારના દબાણને પગલે રેલ કંપનીઓએ સોમવારથી પોતાની 90% સેવાઓ શરૂ કરી છે. ટાઇમટેબલ બદલાયા બાદ લગભગ 90% સેવાઓ સામાન્ય રીતે કાર્ય કરશે અને સાઉથ ઇસ્ટમાં 98% જેટલી સેવાઓ શરૂ થશે. જોકે બાકી રહેલી કેટલીક સસ્પેન્ડેડ ટ્રેન સેવાઓ હવે ડિસેમ્બર સુધી પાછી શરૂ થાય તેવી સંભાવના નથી.
સામાજિક અંતરની જરૂરિયાતનો અર્થ એ છે કે ટ્રેનો તેમની ક્ષમતાના અડધા લોકોને જ વહન કરી શકે છે. પીક અવર્સમાં આ ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે. ખાસ કરીને ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વધુ શાળાઓ ફરી શરૂ થવાથી વધુ લોકો મુસાફરી કરી શકશે.
પેસેન્જર વોચ ડોગ, ટ્રાન્સપોર્ટ ફોકસે સેવાઓના વિસ્તરણને આવકાર્યો હતો. CEO એન્થની સ્મિથે જણાવ્યું હતું કે, “રેલ ઉદ્યોગે સારૂ પ્રદર્શન જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેથી મુસાફરો વિશ્વાસ સાથે મુસાફરી કરી શકે. વિક્ષેપ અને કોઈપણ પ્રકારની ભીડ લોકોને તકલીફ પશે.”
લોકડાઉનના ઘટાડા પછી, તાજેતરનાં અઠવાડિયામાં શેડ્યુલ લગભગ 80%ના સામાન્ય સ્તરે પરત આવી ગયુ છે.