કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવના મુદ્દે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટેક્સ ખંડણી ઉઘરાવી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટરદીઠ 35 પૈસાનો વધારો થયા બાદ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે સરકારને ટીકા કરી હતી.
દેશમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે છે. ટેક્સ એક્સટોર્શન અને ફ્યુઅલ પ્રાઇસિસના હેશટેગનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીએ હિન્દીમાં ટ્વીટ કર્યું હતું કે લોભી રાજાના ગેરવહીવટને ઘણી વાર્તાઓ છે, જેમાં બેફામ રીતે ટેક્સ ઉઘરાવામાં આવી છે. શરૂઆતમાં લોકો નાખુશ થાય છે, પરંતુ આખરે લોકો આ ગેરવહીવટનો અંત આવે છે. વાસ્તવિકતામાં પણ આવું બનશે. આ ટ્વીને સાથે તેમને પોતાના વોઇસઓવરમાં ગેસ, ડીઝલ અને પેટ્રોલના વધતાં ભાવને વિડિયો કોલાજ ટેગ કર્યો હતો. તેમાં રાહુલ ગાંધી કહે છે કે ગેસ, ડીઝલ અને પેટ્રોલના વધતાં ભાવથી સાત વર્ષમાં સરકારને રૂ23 લાખ કરોડની કમાણી થઈ છે. લોકોએ પૂછવું જોઇએ કે આ નાણા ક્યાં જાય છે.