અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સ્કૂલમાં ભણતા એવા ગભરાયેલા અને અવિકસિત ક્વોલિટીના વિદ્યાર્થી છે કે જે પોતાના શિક્ષકને અભિભૂત કરવા કરવા માગે છે, પરંતુ વિષયમાં માસ્ટર બનાવવા માટે અભિગમ અને જુસ્સાનો અભાવ છે. આબામાએ એ પ્રોમિસ્ડ લેન્ડ નામના તેમના જીવનસંસ્મરણમાં આવી ટિપ્પણી કરી છે. 768 પેજનું પુસ્તક 17 નવેમ્બરને રિલીઝ થશે.
ઓબામાએ લખ્યું છે, ‘રાહુલ ગાંધી સ્કૂલમાં ભણતા એવા વિદ્યાર્થી જેવા છે જે ગભરાયેલા છે અને નાદાન છે. એ પોતાના શિક્ષકને રાજી રાખવા મથે છે પરંતુ પોતે કોઇ વિષયનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતા નથી. રાહુલ ગાંધી વિશેની આ ટીપ્પણી ટ્વીટર પર તડૃાફડી જામી હતી. અનેક લોકો આ અવલોકનનની મજા માણી રહ્યા હતાસ જ્યારે કોંગ્રેસ તરફી લોકો આ અભિપ્રાયની ટીકા કરતા હતા. ઓબામાએ તેમના આ પુસ્તકમાં સોનિયા ગાંધી અને મનમોહન સિંઘના વખાણ કર્યા છે.
આ પુસ્તકમાં ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉક્ટર મનમોહન સિંઘ અને બીજા ઘણા લોકો વિશે ઓબામાએ લખ્યું છે. 13 નવેંબરના અંકમાં ન્યૂયોર્ક ટાઇમ્સે આ પુસ્તકની પરિચયાત્મક સમીક્ષા પ્રગટ કરી હતી. અખબારે લખ્યું છે કે આપણને ચાર્લી ક્રસ્ટ અને ઇમેન્યુઅલ જેવા કેટલાક પુરુષોના સોહામણાપણા વિશે માહિતી મળે છે પરંતુ સુંદર મહિલાઓ વિશે ઝાઝું લખ્યું નથી, બહુ ઓછી મહિલાઓ વિશે લખ્યું છે જેમ કે સોનિયા ગાંધી.
ઓબામાએ લખ્યું છે કે અમેરિકાના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન બૉબ ગેટ્સ અને ડૉક્ટર મનમોહન સિંઘમાં ભાવશૂન્ય (લાગણીવિહોણી) પ્રમાણિકતા જોવા મળે છે. રશિયાના પ્રમુખ પુટિન વિશે ઓબામા કહે છે કે એ શિકાગો મશીન ચલાવનારા મજબૂત અને ચાલાક બોસની યાદ અપાવે છે. જો કે શારીરિક દ્રષ્ટિએ એ સાધારણ વ્યક્તિ છે.