આશરે 52 વર્ષના રાહુલ ગાંધી એવી યુવતી સાથે લગ્ન કરવા માંગે છે જેનામાં તેમની માતા સોનિયા ગાંધી અને દાદી ઈન્દિરા ગાંધી બંનેના ગુણો હોય. કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન તેઓ ઈન્દિરા ગાંધી જેવી મહિલા સાથે લગ્નજીવન ચાલુ કરશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે આ વાત શેર કરી હતી.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા દરમિયાન લગ્ન અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ તેનો જવાબ આ ખૂબ રસપ્રદ આપ્યો હતો. રાહુલ ગાંધી યાત્રા દરમિયાન પોતાના દાદી ઈન્દિરા ગાંધી અંગે વાતચીત કરી રહ્યા હતા. રાહુલે કહ્યું કે ઈન્દિરા ગાંધી તેમના જીવનનો પ્રેમ છે, તેમની બીજી માતા છે. આ જ જવાબ પર તેમને બીજો સવાલ પૂછવામાં આવ્યો કે શું તમે એવી મહિલા સાથે લગ્ન કરવા ઈચ્છો છો, જેમાં તમારી દાદી જેવા ગુણ હોય. લગ્ન માટે શું આવી જ યુવતિ જોઈએ છે કે કેમ. રાહુલે તેના જવાબમાં કહ્યું કે આ રસપ્રદ સવાલ છે. હું એવી મહિલા ઈચ્છીશ, જેમાં મારી માતા અને દાદી – બંને જેવા ગુણ હોય. એ જ શ્રેષ્ઠ રહેશે.
રાહુલ ગાંધીને એમ પૂછવામાં આવ્યું કે કોઈ પપ્પૂ બોલે છે તો શું તમને ક્યારેય ખોટું લાગ્યું છે ? ઉત્તરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ના, આ પ્રોપેન્ડા કેમ્પેઇન છે અને આ તેમના દિલની વાત છે. આ એ લોકોની અંદરનો ડર છે, જેમના જીવનમાં કશુંય થઈ રહ્યું નથી. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ 9 દિવસના બ્રેક પર છે. તેઓ 3 જાન્યુઆરીથી ફરી દિલ્હીથી પોતાની ભારત જોડો યાત્રા શરૂ કરશે. રાહુલ ગાંધીએ એ પણ ખુલાસો કર્યો કે તેમને મોટરસાયકલ અને સાયકલ ચલાવવાનો શોખ છે.