A drop in India's ranking in the Global Hunger Index

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને રવિવારે નવો સામાન્ય પાસપોર્ટ મળ્યો હતો. એક સ્થાનિક અદાલતે પાસપોર્ટ સામે કોઇ વાંધો ન હોવાનું જણાવ્યા બાદ કોંગ્રેસ નેતાને પાસપોર્ટ મળ્યો હતો. હવે તેઓ અણેરિકાના પ્રવાસ માટે સજ્જ બન્યાં છે.

રાહુલ ગાંધી પાસે અગાઉ સંસદસભ્ય તરીકે રાજદ્વારી પાસપોર્ટ હતો. જોકે માનહાનીના કેસમાં ગુજરાતની કોર્ટે તેમને બે વર્ષની સજા કરી હતી. તેથી તેઓ સાંસદ તરીકે ગેરલાયક ઠર્યા હતા અને રાજદ્વારી પાસપોર્ટ પરત કરવો પડ્યો હતો.

પાસપોર્ટ ઓફિસે સવારે રાહુલ ગાંધીને ખાતરી આપી હતી કે રવિવારે તેમને પાસપોર્ટ આપવામાં આવશે અને બપોરે તેમને મળી ગયો હતો. ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોમવારે સાંજે અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કો જવા માટે તૈયાર છે. તેઓ ત્રણ શહેરોનો પ્રવાસ શરૂ કરશે.

સાન ફ્રાન્સિસ્કોથી તેમનો વિદેશ પ્રવાસ શરૂ થશે. અહીં તેઓ પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવાના છે. તેઓ એક પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધશે અને વોશિંગ્ટન ડીસીમાં સાંસદો અને થિંક ટેન્ક સાથે બેઠકો કરશે.

રાહુલ ગાંધી તેમના એક સપ્તાહના પ્રવાસ દરમિયાન ભારતીય અમેરિકનોને સંબોધિત કરશે, સાંસદોને મળશે અને થિંક ટેન્કના સભ્યો, વોલ સ્ટ્રીટના એક્ઝિક્યુટિવ્સ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. તેઓ 4 જૂનના રોજ ન્યૂયોર્કમાં વિશાળ જાહેર સભા સાથે તેમની સફર પૂરી કરવાના છે. આ વાર્તાલાપ ન્યૂયોર્કના જાવિટ્સ સેન્ટર ખાતે યોજાશે.

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાને પગલે દિલ્હીની એક અદાલતે શુક્રવારે રાહુલ ગાંધીને 10ને બદલે ત્રણ વર્ષ માટે ‘સામાન્ય પાસપોર્ટ’ જારી કરવા માટે નો-ઓબ્જેક્શન પ્રમાણપત્ર મંજૂર કર્યું હતું. રાહુલ ગાંધી એક કેસમાં આરોપી છે જેમાં સ્વામી ફરિયાદી છે.એક સામાન્ય પાસપોર્ટ જે સામાન્ય રીતે પુખ્ત વયના લોકો માટે જારી કરવામાં આવે છે તે 10 વર્ષ માટે માન્ય છે.

 

LEAVE A REPLY