રાહુલ ગાંધીએ રાજસ્થાનના જયપુરમાં યુવા આક્રોશ રેલીને સંબોધિત કરી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ રેલીમાં મોદી સરકારને આડે હાથ લેતા PM મોદી પર દેશની છબીને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો.
રાહુલે કહ્યુ પહેલા હિન્દુસ્તાનની ભાઈચારાની છબી હતી પરંતુ નરેન્દ્ર મોદીએ તે છબીને નુકસાન પહોંચાડ્યુ છે. આ રેલીમાં મુખ્યરીતે રાહુલ ગાંધીએ બેરોજગારીના મુદ્દા પર સરકારને ઘેરી છે.
આજે રોકાણકારો ભારતમાં રોકાણ કરવાથી ડરે છે કેમ કે અહીંયા હિંસા છે. હિન્દુસ્તાનની સરકાર દેશમાં હિંસા ફેલાવી રહી છે. એવામાં કોઈ રોકાણ કેવી રીતે કરે. નરેન્દ્ર મોદીએ હિન્દુસ્તાનની ભાઈચારાવાળી છબીને તોડી દીધી, પહેલા લોકો કહેતા હતા પાકિસ્તાનમાં હિંસાનો માહોલ છે.
પાકિસ્તાનને લઈને હિંસા અને ભારતને પ્રેમવાળો દેશ કહેતા હતા પરંતુ નરેન્દ્ર મોદીએ આ ઈમેજને બરબાદ કરી દીધી. બાકી દુનિયામાં હિન્દુસ્તાનને રેપ કેપિટલ કહેવામાં આવે છે.
યુવા આક્રોશ રેલીમાં રાહુલ ગાંધીનું પૂરૂ ધ્યાન હિન્દુસ્તાનના યુથ પર રહ્યુ. તેમણે કહ્યુ કે દેશની પરિસ્થિતિ દરેક યુવા જાણે છે. દરેક દેશની પાસે કોઈ ના કોઈ પૂંજી હોય છે ભારતની સૌથી મોટી પૂંજી તેમના યુવા છે. હથિયારો સાથે અમે અમેરિકાની સરખામણી કરી શકતા નથી પરંતુ અમારી પાસે દુનિયાના સૌથી હોશિયાર યુવા છે.