ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે વડાપ્રધાન પર અગાઉની યુપીએ સરકાર દ્વારા મજબૂત કરાયેલા દેશના અર્થતંત્રને બરબાદ કરવાનો આક્ષેપ મૂક્યો હતો.
રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં એક સભાને સંબોધતા જણાવ્યું હતું કે, “ભાજપ અને મોદી બે હિંદુસ્તાન બનાવવા માંગે છે. ધનાઢ્યો અને બે-ત્રણ ઉદ્યોગપતિઓ માટે એક હિંદુસ્તાન તેમજ દલિત, ખેડૂતો, ગરીબો અને વંચિતો માટે બીજું હિંદુસ્તાન. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ દેશ અને લોકોને જોડવાનું કામ કરે છે. જ્યારે ભાજપ વિભાજીત કરવાનું કામ કરે છે. કોંગ્રેસ નબળા વર્ગને મદદ કરે છે. જ્યારે ભાજપ અમીરોને મદદ કરવાનું કામ કરે છે. ભાજપ સરકારે આપણા અર્થતંત્ર પર હુમલો કર્યો છે. મોદીએ નોટબંધી અને જીએસટીનો અયોગ્ય રીતે અમલ કર્યો. તેને લીધે અર્થતંત્ર બરબાદ થયું.