(istockphoto)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (CCS)એ વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર તૈનાત કરવા માટે ફ્રાન્સ પાસેથી લગભગ રૂ.64,000 કરોડમાં 26 રાફેલ ફાઇટર જેટ ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.

ભારત અને ફ્રાન્સ વચ્ચે આંતર-સરકારી માળખા હેઠળ કરાર પર હસ્તાક્ષર થયાના લગભગ પાંચ વર્ષ પછી જેટની ડિલિવરી શરૂ થશે.જુલાઈ 2023માં સંરક્ષણ મંત્રાલયે ચર્ચા-વિચારણા અને મૂલ્યાંકન પરીક્ષણો પછી મેગા ખરીદીની દરખાસ્તને મંજૂરી આપી હતી.

આ સોદા હેઠળ, ભારતીય નૌકાદળને રાફેલ (મરીન) જેટના ઉત્પાદક દસોલ્ટ એવિએશન પાસેથી શસ્ત્ર પ્રણાલીઓ અને સ્પેરપાર્ટ્સ સહિત સંબંધિત સહાયક ઉપકરણો પણ મળશે. અગાઉ ભારતીય વાયુસેનાએ 36 રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ઉડાન ભરી શકે તેવી સ્થિતિમાં ખરીદ્યા હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ અને વ્યૂહાત્મક સંબંધોમાં વધારો થયો છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments