પોલીસ માફિયાની જેમ ‘કોડ ઓફ સાયલન્સ’ ચલાવે છે: વંશીય અધિકારી
એક્સક્લુઝીવ
- બાર્ની ચૌધરી
દક્ષિણ એશિયન અને અશ્વેત સાંસદો તેમજ સેવા આપતા અને ભૂતકાળના પોલીસ અધિકારીઓ દ્વારા માંગ કરાઇ છે કે ઈંગ્લેન્ડ અને વેલ્સની દરેક પોલીસ સર્વિસમાં જાતિવાદ, દુષ્કર્મ અને ઈસ્લામોફોબિયાની સંસ્કૃતિની જડમૂળથી તપાસ થવી જોઈએ. તેમણે ગરવી ગુજરાતને એમ પણ કહ્યું છે કે તેઓ માનતા નથી કે આ સમસ્યા માટે મેટ્રોપોલિટન પોલીસ એકમાત્ર ફોર્સ છે.
લેબર સાંસદના જણાવ્યા મુજબ, પોલીસ “કવર અપ” કરવાની સંસ્કૃતિ ધરાવે છે, જ્યારે સેવા આપતા અધિકારીએ જણાવ્યું હતું કે સેવામાં સંગઠિત ગુનાહિત ટોળકી જેવો “સાયલન્સ કોડ” છે.
ઇસ્ટર્ન આઇમાં વિશેષ લેખ લખીને, બ્રેન્ટ સેન્ટ્રલના લેબર સાંસદ, ડૉન બટલરે પરિવર્તન લાવવા જણાવ્યું છે. તેમણે લખ્યું છે કે “મજબૂત નેતૃત્વનો અર્થ એ છે કે સંસ્થાકીય સંસ્કૃતિનું નિર્માણ કરવું, જેમાં જાહેર સેવા પોતાના બચાવને આગળ ધપાવે છે. કવરઅપની સંસ્કૃતિ ચાલુ રાખી શકાતી નથી. મજબૂત સંસ્થાઓ એ સુધારવા માંગે છે અને જાણવા માંગે છે કે સંસ્થાકીય નિષ્ફળતાઓને ઉજાગર કરવી અને તેને સંબોધિત કરવી એ ભૂલોને સુધારવાનો એક ભાગ છે.”
ગયા અઠવાડિયે તા. 10ના રોજ ક્રેસિડા ડિકે લંડનના મેયર, સાદિક ખાનનો વિશ્વાસ ગુમાવ્યો છે તેમ જણાવી લંડનના મેટ્રોપોલિટન પોલીસ કમિશનર તરીકેનું પદ છોડ્યું હતું.
ચેરીંગ ક્રોસના અધિકારીઓએ બળાત્કારની મજાક કરી સોશિયલ મીડિયામાં અપમાનજનક સંદેશાઓની આપલે કર્યાનું પોલીસ વોચડોગ, IOPC દ્વારા બહાર આવતા તેમને આખરી ફટકો લાગ્યો હતો.
લંડનના મેયર સાદિક ખાને, કમિશ્નર ડિકે રાજીનામું આપ્યું તેના થોડા કલાકો પહેલાં આ અખબાર સમક્ષ સ્વીકાર્યું હતું કે ‘’નબળી પોલીસિંગ સંસ્કૃતિ યુકે-વ્યાપી સમસ્યા છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે દેશભરમાં પોલીસ દળો એવી સંસ્કૃતિથી મુક્ત છે જે, સેક્સીઝમ, જાતિવાદ, દુષ્કર્મ, ઇસ્લામોફોબિયાને અસ્તિત્વમાં રહેવા દે છે અને, કેટલીક જગ્યાએ, વિકાસ પામી શકે છે. હું આટલો અણગમો અને ગુસ્સો અનુભવું છું, તેનું એક કારણ એ છે કે તે માત્ર એક અધિકારી ન હતા, તે 14 લોકો હતા.”
તાજેતરના મહિનાઓમાં, મેટની શ્રેણીબદ્ધ ભૂલો માટે ટીકા કરવામાં આવી હતી – લોકડાઉન દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટમાં તેની પાર્ટીઓના સંચાલનથી લઈને સારાહ એવરાર્ડની વિજીલના પોલીસિંગ સુધી.
લંડનના મેયરને લાગ્યું હતું કે કમિશ્નર તેના દળમાં ગંભીર સમસ્યાઓનો સામનો કરવાની યોજના સાથે આવવામાં નિષ્ફળ ગયા છે.
ખાને ‘ગરવી ગુજરાત’ સમક્ષ ખુલાસો કર્યો હતો કે ‘’તપાસ કરાયેલા 14માંથી નવ હજુ પણ મેટ પોલીસમાં હતા અને બે જણાને પ્રમોટ કરવામાં આવ્યા હતા. તે 14 અધિકારીઓની કેટલીક ભાષાનું હું પુનરાવર્તન કરી શકતો નથી.’’
ક્રેસીડા ડિકના પદ છોડવાના નિર્ણયથી પોલીસ દળની ઉપલા સ્તરે જાતિવાદ પ્રત્યેના વલણમાં ફેરફાર થયો હોવાનું જણાય છે.
બીબીસીની એક મુલાકાતમાં, હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદના ભાઈ અને પોલસ દળના વ્યાવસાયિક ધોરણો માટે જવાબદાર ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનર બાસ જાવિદે સ્વીકાર્યું હતું કે ‘’કેટલાક અધિકારીઓ જાતિવાદી મંતવ્યો ધરાવે છે અને જાતિવાદી છે. પોલીસમાં જાતિવાદ માટે કોઈ જગ્યા નથી, ખાસ કરીને અહીં મેટ્રોપોલિટન પોલીસમા. જો લોકો કોઈપણ રીતે જાતિવાદી અથવા ભેદભાવપૂર્ણ હોવાનું જણાયું, તો હું તેમને પોલીસમાંથી દૂર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે મારાથી બનતું બધું જ કરીશ.”
બીબીસીના શેર્ડ ડેટા યુનિટ દ્વારા વિશ્લેષણ કરાયેલા અને તા. 11ના રોજ જાહેર થયેલા આંકડા મુજબ ઈન્ડિપેન્ડન્ટ ઓફિસ ફોર પોલીસ કમ્પ્લેઈન્ટ્સ (આઈઓપીસી)ને લાગ્યું હતું કે “પોલીસ દળો ઘણીવાર ઈન્ટરવ્યુને બદલે માત્ર લેખિત નિવેદન આપીને કાર્યવાહીને નિરાશ કરે છે. 181 કેસોમાં IOPCને લાગ્યું હતું કે “એક વાજબી ટ્રિબ્યુનલ સામેલ વ્યક્તિઓના સંબંધમાં ગેરવર્તણૂક શોધી શકે છે. તે 181 કેસોમાં કુલ 244 પોલીસ અધિકારીઓ અને 59 કર્મચારીઓ સામેલ હતા. 150 અધિકારીઓના કિસ્સામાં ગેરવર્તણૂક સાબિત થઈ હતી. 224 માંથી 67 ટકાએ ફોર્સ છોડ્યું ન હતું અને 49માંથી 75 ટકાએ ફોર્સ છોડ્યું ન હતું.’’
નેશનલ બ્લેક પોલીસ એસોસિએશનના પ્રમુખ, એન્ડી જ્યોર્જે કહ્યું હતું કે “અમે સમગ્ર યુકેમાં મોટાભાગની પોલીસ સેવાઓમાં આ વર્તન જોયું છે, તેથી તે માત્ર મેટ સમસ્યા નથી. પોલીસ સેવાઓ સમાજનું પ્રતિબિંબ છે. સામાન્ય સમાજની જેમ સમાન વર્તન દર્શાવવું જોઈએ નહીં. સીમાઓની અંદર કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પોલીસ નેતાઓ રેતીમાં માથું નાંખે છે તે એક મોટી સમસ્યા છે. પોલીસ હજુ પણ સંસ્થાકીય રીતે જાતિવાદી છે કે કેમ તે વિષે અમે ચર્ચા કરી હતી. જો કે નેતાઓ આ ચર્ચા માટે પહેલા કરતાં વધુ ખુલ્લા છે. પરંતુ અમને ખરેખર શું થઈ રહ્યું છે તે સ્વીકારવામાં ડર લાગે છે.’’
લેબરના બર્મિંગહામ પેરી બારના એમપી, ખાલિદ મહમૂદે જણાવ્યું હતું કે ‘’મારા દક્ષિણ એશિયાના મતદારો વેસ્ટ મિડલેન્ડ પોલીસની સેવા વિશે ફરિયાદ કરી છે. વેસ્ટ મિડલેન્ડ પોલીસ મેટથી અલગ નથી. તેમાં તે બધા અને વધુ છે. પોલીસ સેવા આંખ આડા કાન કરે છે. કોઈ વાસ્તવિક પોલીસિંગ નથી, લોકો ભયભીત છે, અને તેમણે પોતાનું ધ્યાન રાખવું પડશે. હું માત્ર મેટ જ નહીં પરંતુ દરેક પોલીસ દળની જડમૂળથી તપાસ ઈચ્છું છું.’’ વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે અંગે ટિપ્પણી કરી નથી.
બ્રેડફર્ડ વેસ્ટના લેબર સાંસદ નાઝ શાહે ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે ‘’હું વેસ્ટ યોર્કશાયર પોલીસની મહત્વની મિત્ર હતી. માનતી હતી કે યુકે પોલીસિંગ વિશ્વમાં શ્રેષ્ઠ છે. મેટમાં ઉભી થયેલી સમસ્યાઓ પછી, પોલીસિંગે તેની એકંદર સંસ્કૃતિ બદલવાની જરૂર છે. ત્યાં કામ કરવાનું બાકી છે, તે ધીમી પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ આપણે તે ચાલુ રાખવું પડશે. ત્યાં સ્પષ્ટપણે એક સંસ્કૃતિ છે જેને બદલવાની જરૂર છે.’’
1999માં આ વિશે ફોર્સનો સામનો કરના ભૂતપૂર્વ ડિટેક્ટીવ સુપ્રિન્ટેન્ડેન્ટ, શબનમ ચૌધરીને ટ્રબલમેકર તરીકે ઓળખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘’પોલીસને જાતિવાદ, રેસીઝમ, દુષ્કર્મ અને ઇસ્લામોફોબિયાના મુદ્દાઓનો સામનો કરવાની જરૂર છે. તે સંસ્કૃતિ ઘણા વર્ષોથી અને સમગ્ર યુકેમાં પોલીસિંગમાં સારી રીતે એમ્બેડ કરવામાં આવી છે. પ્રથમ મહિલા કમિશનર ડિકે મેટ સંસ્થાકીય રીતે જાતિવાદી છે તે સ્વીકારવાનો ઇન્કાર ન કર્યો તેનાથી દુખ થયું છે. સંસ્થાકીય જાતિવાદ એ છે કે જ્યારે સિસ્ટમ અને પ્રોસેસ બ્લેક અથવા લઘુમતી અધિકારીઓને ગેરલાભ પહોંચાડે છે. ચાહે તે બઢતી, પ્રગતિ કે શિસ્તની વાત હોય. તે એક સૌથી મોટી સમસ્યા છે. જો કોઈ વ્યક્તિ ફરિયાદ કરે તો તેને સાથીદારો, ડાયરેક્ટ લાઇન મેનેજરો દ્વારા અલગ પાડવામાં અથવા લક્ષ્યાંકિત કરવામાં આવે છે. લાઇન મેનેજરો વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરે છે અને તેઓ ફરિયાદી સાથે કોઈપણ પ્રકારની વાતચીત કર્યા વિના તેમને જે કહેવામાં આવ્યું છે તેને મૂલ્યવાન માની નિર્ણય લઇ લે છે. તેમનો રેન્ક બંધ થઇ જાય છે અને ફરિયાદી સાથે ભેદભાવ કરાય છે. તે પછી તેઓ વધુ ભોગ બને છે, બુલીઇંગ થાય છે તકોનો ઇનકાર કરાય છે અને પછી ટ્રબલમેકર તરીકે જોવામાં આવે છે.”
આ અંગે જ્યોર્જે સૂચવ્યું હતું કે ‘’તેના બદલામાં સેક્સીઝમ, જાતિવાદ, દુરૂપયોગ અને ઇસ્લામોફોબિયાની સંસ્કૃતિને ખીલવા દેવાય છે. અશ્વેત, એશિયન અને અન્ય વંશીય રીતે વૈવિધ્યસભર અધિકારીઓ અને કર્મચારીઓમાંથી કેટલાકને અટકાવવામાં આવે છે. તે કલંક છે, માત્ર સંસ્થા વિશે જ નહીં, પરંતુ ત્યાં કામ કરવાનું ચાલુ રાખવાની તેમની ક્ષમતા પર. તેઓ મૌન રહે છે.’’
યુકે પોલીસિંગના ઈતિહાસમાં, માત્ર એક વંશીય લઘુમતીના ચીફ કોન્સ્ટેબલ માઈક ફુલર હતા જેમણે 2004 અને 2010 વચ્ચે કેન્ટ પોલીસનું નેતૃત્વ કર્યું હતું. તે સમયે માત્ર મુઠ્ઠીભર દક્ષિણ એશિયાઈ અને અશ્વેત અધિકારીઓમાં ચીફ કોન્સ્ટેબલ બનવાની ક્ષમતા હતી. આજે માત્ર પાંચ અશ્વેત અધિકારીઓ ચિફ કોન્સ્ટેબલ કે આસીસ્ટન્ટ ચિફ કોન્સ્ટેબલ છે. 2007માં આ આંકડો સાતનો હતો. તેમાંના પાંચમાંથી એક, વસીમ ચૌધરી, ગ્રેટર માન્ચેસ્ટરમાં ટેમ્પરરી આસી. ચીફ કોન્સ્ટેબલ છે. માત્ર એક, આસિસ્ટન્ટ કમિશનર નીલ બાસુ, ચીફ કોન્સ્ટેબલ રેન્કના છે.