મોરકેમ્બે બે એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટની યુનિવર્સિટી હોસ્પિટલના સર્જન શ્યામ કુમારે ગયા અઠવાડિયે માન્ચેસ્ટરમાં એમ્પલોયમેન્ટ ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે અન્ય વંશીય લઘુમતી કર્મચારીઓ દ્વારા તેમને “તેમના સમુદાય માટે વિશ્વાસઘાતી” કહેવામાં આવ્યા હતા, કારણ કે તેમણે ટ્રોમા અને ઓર્થોપેડિક્સ વિભાગમાં અન્ય ડૉક્ટરની ખતરનાક પ્રેક્ટિસ વિશે ચિંતા વ્યક્ત કરી હતી.
ટ્રિબ્યુનલને કહેવામાં આવ્યું હતું કે ડૉ એક્સ તરીકે ઓળખવામાં આવેલા અને જેમના પર જાતિવાદનો આરોપ મૂકવામાં આવ્યો હતો તે ડૉક્ટર દ્વારા પૂરી પાડવામાં આવતી સંભાળ વિશે ડો. કુમારના એક શ્વેત સાથીદારે ચિંતા વ્યક્ત કરી હતી.
કેર ક્વોલિટી કમિશનમાં ઇન્સેપેક્ટર તરીકેની તેમની નોકરી અન્યાયી રીતે સમાપ્ત કરવામાં આવી હોવાનો ટ્રીબ્યુનલ સમક્ષ આરોપ મૂકનાર ડો. કુમારે ટ્રિબ્યુનલને જણાવાયું હતું કે: “શ્વેત સાથીદારો હવે અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય [BAME] સ્ટાફની ચિંતા કરવા માટે ગભરાઈ રહ્યા છે. BAME સાથીદારો પણ માને છે કે આ અસુરક્ષિત છે.” ટ્રિબ્યુનલ કુમારના આરોપો પર વિચાર કરી રહી છે અને આ અઠવાડિયે ટ્રિબ્યુનલ સમાપ્ત થવાની ધારણા છે.
જનરલ મેડિકલ કાઉન્સિલ દ્વારા 2018 માં ડોક્ટર એક્સ પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા, જોકે 2013 માં ચિંતાઓ ઉભી કરવામાં આવી હતી.
એપ્રિલ અને ઑક્ટોબર 2018ની વચ્ચેની ક્લિનિકલ બનાવોમાં ડૉક્ટર એક્સની સામેલગીરીના આક્ષેપો કુમાર અને તેમના સાથી દ્વારા અગ્રણી ક્લિનિશિયન્સ અને મેડિકલ ડિરેક્ટરને સબમિટ કરવામાં આવ્યા હતા. તે જોડીએ દાવો કર્યો હતો કે આમ કરવાથી તેમના પોતાના કામ વિશે બદલો લેવાની ફરિયાદો અને તેમની સામે જાતિવાદના આક્ષેપો થયા હતા.
ટ્રસ્ટની યુરોલોજી સેવાઓમાં યોજાયેલી બાહ્ય તપાસમાં ગયા અઠવાડિયે જણાવાયું હતું કે વિભાગ ખૂબ જ નિષ્ક્રિય છે અને “વંશીય રેખાઓ પર વિભાજિત” છે. અહેવાલમાં સંખ્યાબંધ મૃત્યુ સહિત દર્દીઓને “વાસ્તવિક અથવા સંભવિત નુકસાન” સહન કરવામાં આવ્યું હોય તેવા 520 કેસોને પ્રકાશિત કરવામાં આવ્યા છે.
2004 અને 2013ની વચ્ચે ટ્રસ્ટમાં અગિયાર બાળકો અને એક માતા મૃત્યુ પામ્યા હતા જે એનએચએસનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રસૂતિ કૌભાંડ હતું.
યુરોલોજી વિભાગના અન્ય કન્સલ્ટન્ટ સર્જન, પીટર ડફીએ ખતરનાક પ્રથાઓ અને BAME કન્સલ્ટન્ટને સંડોવતા દર્દીઓને નુકસાન પહોંચાડવાના બિન-તપાસ કરાયેલા કિસ્સાઓ પર વાંધો ઉઠાવ્યા બાદ તેમને ટ્રસ્ટમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ એરોન કમિન્સે જણાવ્યું હતું કે: “અમે બંને અહેવાલના તારણોને સંપૂર્ણપણે સ્વીકારીએ છીએ. આ ટ્રસ્ટ અને હેલ્થ એન્ડ કેર પ્રણાલી હવે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે અને સુધારાઓ આવતા ઘણા વર્ષો સુધી ચાલુ રહેશે.”