istockphoto

સિટીગ્રુપે ગુરુવારે એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે, રંગભેદના કારણે છેલ્લાં બે દાયકામાં અમેરિકાના અર્થતંત્રએ 16 ટ્રિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી છે. બેંકિંગ ક્ષેત્રના આ અગ્રણી જૂથે અમેરિકામાં અસમાન પગાર, મકાનોના ભેદભાવ, શિક્ષણમાં અસમાનતા તથા અન્ય લાંબા સમયથી ચાલતી બીમારીઓ વધતા એક સાથે અશ્વેત-લક્ષી બિઝનેસની જરૂરિયાતો માટે શરૂઆત કરવા માટે એક બિલિયન ડોલરનું વચન આપ્યું હતું.

સિટીગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ માઇકલ કોર્બેટે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, જાતિવાદ અને વંશીય સંપત્તિનું અંતર કાપવું એક સૌથી ગંભીર પડકાર છે, જેનો આપણે ન્યાયી અને સર્વ સમાવેશક સમાજ બનાવવા માટેના પડકારોનો સામનો કરવો પડ્યો છે અને અમે જાણીએ છીએ કે તેમાંથી વધુ કામ નહીં કરે. સિટીગ્રૂપ સંપત્તિ અને મજબૂત નાણાકીય ભવિષ્યનું નિર્માણ કરવા માટે વિવિધ વંશીય સમૂદાયોમાં નેતૃત્વ લેવા અને રોકાણ માટે પ્રતિબદ્ધ છે.

104 પાનાના આકર્ષક રીપોર્ટમાં જેમાં શ્વેત અને અશ્વેત વ્યક્તિના કવર ઉપરના ફોટો દર્શાવવામાં આવ્યા છે, તેમાં પોલિસીંગ અને મતાધિકાર સહિતના મુદ્દાઓ ઉપર મોટું ધ્યાન આપવામાં આવ્યું છે. અમેરિકન બિઝનેસીઝને વંશવાદ વિશે વધતી જતી લોકોની ચિંતાઓનો જવાબ આપવા દબાણનો સામનો કરવો પડતાં આ નિવેદન આપવું પડ્યું છે.