સાઉથપોર્ટમાં ડાન્સ ક્લાસમાં ત્રણ છોકરીઓની હત્યા કરનાર એક મુસ્લિમ એસાયલમ સિકર હતો તેવો દાવો ન્યૂઝ એગ્રિગેશન વેબસાઈટ ‘ચેનલ થ્રી નાઉ’ પર કરનાર ડેવલપરે ફરહાન આસિફ પર પાકિસ્તાનમાં આરોપ મૂકાયો છે.

ફરહાન કથિત રીતે ચેનલ થ્રી નાઉ માટે કામ કરતો હતો અને 29 જુલાઈના રોજ થયેલા છરાબાજી પાછળ અલી અલ-શકાતી નામના 17 વર્ષીય ’17 વર્ષનો એસાયલ સિકર’ આ હુમલા માટે જવાબદાર હતો એવો ખોટી રીતે અહેવાલ આપ્યો હતો. તે પછી રશિયન સ્ટેટ બ્રોડકાસ્ટર RT પર અને કેટલીક યુએસ વેબસાઇટ્સ અને ફોરમ પર તેનું પુનરાવર્તન થયું હતું. ચેનલ થ્રી નાઉએ પછીથી લેખ દૂર કરી માફી માંગી હતી.

આસિફ પર લાહોરમાં હાઉસિંગ એસ્ટેટમાંથી આ વેબસાઇટ ઓપરેટ કરવાનો આરોપ હતો. જો કે આસિફે નકારી કાઢ્યું કે તેણે લેખ લખ્યો હતો અથવા તે હિંસા માટે જવાબદાર હતો.

પાકિસ્તાની પોલીસે જણાવ્યું હતું કે તેમણે ચેનલ 3 નાઉમાં કામ કરતા સ્થાનિક ફ્રીલાન્સ પત્રકારની ધરપકડ કરી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અક્ષમ કરી દઇ ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવ્યો છે. જો કે પોલીસ તપાસ બાદ એ નિષ્કર્ષ પર આવી હતી કે આસિફ ખોટા સમાચારનો સ્ત્રોત ન હતો અને તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાંથી તે સમાચાર કોપી અને પેસ્ટ કર્યો હતો.

LEAVE A REPLY