સરકાર રેસ કમિશનના અહેવાલ અંગે પોતાનો પ્રતિસાદ આપવાની તૈયારી કરી રહી છે ત્યારે થિંક ટેન્ક બ્રિટીશ ફ્યુચરના નવા સંશોધનમાં યુકેમાં શ્વેત અને વંશીય લઘુમતી નાગરિકો વચ્ચેના વલણના નવા અને વિગતવાર પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. તેમાં જણાવાયું છે કે શા માટે જાતિ વિશે વાત કરવી કેટલીકવાર મુશ્કેલ હોઈ શકે છે, સાથે તેમાં પરિવર્તન માટે સકારાત્મક એજન્ડા બનાવી શકાય છે તેમ પણ જણાવાયું છે, જે ભાષા અને પરિભાષાથી આગળ વધે છે.
‘રેસ એન્ડ ઓપોર્ચ્યુનિટી ઇન બ્રિટન: ફાઇન્ડીંગ કોમન ગ્રાઉન્ડ’ના નામથી રીપોર્ટ રેસ કમિશન સમક્ષ પુરાવા તરીકે રજૂ કરાયો હતો. આ અહેવાલમાં રોજગારમાં સી.વી. જોઇને કરાતા ભેદભાવ, ઓનલાઇન હેટ સ્પીચ, શાળાઓમાં જુદા જુદા બેકગ્રાઉન્ડના બાળકો વચ્ચે વધુ મિલનને પ્રોત્સાહન આપવા અને સામ્રાજ્યના ઇતિહાસ સહિત બ્રિટનના ઇતિહાસની સહિયારી સમજને પ્રોત્સાહન આપવા જેવા તમામ મુદ્દાઓ પર વંશીય લઘુમતી અને શ્વેત નાગરિકોમાં પરિવર્તન લાવવા માટે હાકલ કરાઇ છે.
નંબર ક્રંચર પોલિટિક્સ દ્વારા હાથ રાષ્ટ્રીય સ્તરે ધરવામાં આવેલા સંશોધનમાં પ્રથમ ઓક્ટોબર 2020માં (1,000 વંશીય લઘુમતી અને 1,088 શ્વેત) અને પછી ફેબ્રુઆરી 2021માં (2,000 વંશીય લઘુમતી અને 1,501 શ્વેત) લોકોનો સર્વે કરાયો હતો. બકિંગહામશાયર અને હર્ટફોર્ડશાયર, કાર્ડિફ; ગ્લાસગો; લેસ્ટરશાયર; લુઇશામ, સાઉથ લંડન; નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડ (ગ્રેટર ન્યૂકેસલ, સન્ડરલેન્ડ અને નોર્થમ્બરલેન્ડ) અને પ્રેસ્ટન, લેન્કેશાયરના મિશ્ર-વંશીય સહભાગીઓ સાથે સાત ઑનલાઇન ડિસ્કશન ગૃપ વચ્ચે ચર્ચાઓ યોજાઇ હતી.
બ્રિટિશ ફ્યુચરના ડિરેક્ટર સુંદર કાટવાલાએ જણાવ્યું હતું કે“લોકો રેસ વિશે ખોટી વાત કહેવાની ચિંતા કરે છે. આપણાં ઘણા નાગરિકો હજી જેનો સામનો કરે છે તેવી ન્યાયી વર્તણૂકના અવરોધોને દૂર કરવા માટે આપણે ભાષા ઉપર દલીલોથી પોઝીટીવ એજન્ડા તરફ આગળ વધવાની જરૂર છે. જ્યારે અન્યાય નિવારણની કેટલીક વ્યવહારિક રીતોની વાત આવે છે ત્યારે આપણે વિચારીએ છીએ તે કરતાં વધુ કોમન ગ્રાઉન્ડ છે. આપણા ઇતિહાસને સમજવો, તેની બધી જટિલતાઓમાં, બ્રિટન કેમ આજે આવું દેખાય છે અને શા માટે આપણા સમાજમાં સમાન હિસ્સો છે તે સમજવામાં એક મહત્વપૂર્ણ પાયો છે. યુવાનોને સ્કૂલમાં વિવિધ બેકગ્રાઉન્ડના અન્ય લોકો સાથે મળવા અને વધુ ભળવાની જરૂર છે. અને જ્યારે તેઓ મોટા થાય છે અને કામ શોધે છે, ત્યારે તેમની કામ મેળવવાની સંભાવના તેમની અટક અથવા પૃષ્ઠભૂમિ દ્વારા નહીં, પણ તેમની ક્ષમતા દ્વારા નક્કી થવી જોઈએ. આપણે જાતિ, અસમાનતા અને સામ્રાજ્ય જેવા મુશ્કેલ વિષયો વિશે વાત કરવા સક્ષમ બનવાની જરૂર છે. પરંતુ અમારે પણ પગલાં લેવાની જરૂર છે.”
બહુમતી લોકો સંમત છે કે જો તમે શ્યામ (53%), મુસ્લિમ (55%) અથવા યુકેની બહાર (52%) જન્મેલા હો તો બ્રિટનમાં આવવું મુશ્કેલ છે. 47% લોકો સહમત છે કે એશિયન નાગરિકો પણ સમાન અવરોધોનો સામનો કરે છે. સંશોધન દર્શાવે છે કે યુવાનોને બ્રિટનના સામ્રાજ્યના ઇતિહાસ વિશે શીખવવું એ સકારાત્મક પગલું હશે. શ્વેત અને (73%) અને વંશીય લઘુમતી બ્રિટન (75%)ના લોકો તે સાથે સંમત છે. ફક્ત 6% અસંમત છે.
આજના દસમાંથી આઠ લોકો બીજા વિશ્વયુદ્ધમાં કોમનવેલ્થના યોગદાનને માન્યતા આપે છે. કારણ કે તેને આજના બહુ-વંશીય બ્રિટનના વહેંચાયેલા ઇતિહાસની સમજણને પ્રોત્સાહન આપવાની સકારાત્મક રીત તરીકે જોવામાં આવે છે. મોટા ભાગના શ્વેત (57%) અને વંશીય લઘુમતી લોકો (68%) સંમત થયા હતા કે “મોટી કંપનીઓએ વિવિધ વંશીય પૃષ્ઠભૂમિના ઉમેદવારોને ઇન્ટરવ્યૂની યોગ્ય તક મળે તે સુનિશ્ચિત કરવા માટે કાર્યક્રમોની દેખરેખ રાખવા કટિબદ્ધ થવું જોઈએ.”
લઘુમતી અને બહુમતી નાગરિકો બંને દ્વારા જુદી જુદી બેકગ્રાઉન્ડના બાળકો વચ્ચે ભળવું તે આજકાલની જાતિના સકારાત્મક પરિવર્તનના સૌથી મહાન પહેલ તરીકે જોવામાં આવ્યું હતું. મોટા ભાગના શ્વેત (56%) અને વંશીય લઘુમતી (71%) સંમત છે કે “દરેક શાળાએ ખાતરી કરવી જોઈએ કે તેના વિદ્યાર્થીઓને વંશીય અને સામાજિક વર્ગની રેખાઓમાં નોંધપાત્ર સંપર્ક કરે છે.”
કોવિડ રોગચાળા સાથે આરોગ્યની અસમાનતાને દૂર કરવા માટેના પગલાને પણ વંશીય જૂથોમાં અગ્રતા આપવામાં આવી હતી. મોટા ભાગના શ્વેત (52%) અને વંશીય લઘુમતી (65%) લોકોએ જોખમ અને નબળા સમુદાયોને લક્ષ્ય બનાવવા માટે નવા હેલ્થ ડીસ્પારીટીઝ યુનિટની રજૂઆતને ટેકો આપ્યો હતો.