ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટની રજૂઆત કરતી વખતે જાહેર જનતાને વધુ સુવિધા માટે આગામી વર્ષથી આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ ઇ-પાસપોર્ટ જારી કરવાની જાહેરાત કરી છે. ઇ-પાસપોર્ટમાં એમ્બેડેડ ચીપ્સ અને ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી હશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇ-પાસપોર્ટમાં સુરક્ષાના વધુ ફિચર્સ હશે અને તેમાં રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિકિફેસન અને બાયોમેટ્રિક્સનો ઉપયોગ થશે.
આ પાસપોર્ટ આંતરરાષ્ટ્રીય નિયમો મુજબનો હશે. પાસપોર્ટ જેકેટમાં ઇલેક્ટ્રોનિક ચીપ હશે. તેના પર સિક્યોરિટી સંબંધિત ડેટા હશે. હાલમાં ભારતમાં બુકલેટમાં પાસપોર્ટ જારી કરવામાં આવશે. ઇ-પાસપોર્ટ સામાન્ય રીતે તમારા રેગ્યુલર પાસપોર્ટનું ડિજિટલ સ્વરૂપ છે. તેમાં ઇલેક્ટ્રોનિક્સ ચીપ હશે, જે ડેટા સિક્યોરિટીઝમાં મદદ કરશે. આ માઇક્રોચીપમાં પાસપોર્ટ હોલ્ડરના નામ અને જન્મતારીખ સહિતની માહિતી હશે.
આ પાસપોર્ટથી ઇમિગ્રેશનની લાંબા લાઇનમાંથી છૂટકારો મળશે. તેમાં લાગેલી ચીપની મદદથી સરળતાથી ઇમિગ્રેશન કાઉન્ટર પર સ્કેન કરી શકાશે. હાલમાં ઘણા દેશોમાં ઇ-પાસપોર્ટની સિસ્ટમ છે. અમેરિકા, બ્રિટન, જર્મની જેવા દેશોમાં ઇ-પાસપોર્ટનો ઉપયોગ થાય છે. આ પાસપોર્ટમાં 65 કેબીની સ્ટોરેજ સ્પેસ હોય છે,