બેથનલ ગ્રીનમાં હોમર્ટન હાઈ સ્ટ્રીટ ખાતે રહેતા 41 વર્ષના કયુમ મિયાને ડ્રગની આદતને પોષવા માટે નાં મેળવવા 40 વર્ષીય પત્ની યાસ્મીન બેગમની પોતાના ઘરમાં જ હુમલો કરીને હત્યા કરવા બદલ શુક્રવાર, 9 જૂનના રોજ સધર્ક ક્રાઉન કોર્ટમાં ઓછામાં ઓછી 33 વર્ષની – આજીવન કેદની સજા કરવામાં આવી હતી.
તા. 24 માર્ચ 2022ના રોજ બપોરે 4 કલાકે યાસ્મીન ગ્લોબ રોડ, E2માં તેના ઘરે ભાંગી પડેલી મળી આવી હતી. તે બાળકોને શાળામાં લેવા નહિં જતા શાળાના કર્મચારીઓ બાળકોને લઇને ઘરે આવતા તેમને ખબર પડી હતી. હત્યાની સવારે કયુમ હોમર્ટનમાં આવેલા પોતાના ઘરેથી લગભગ 10:30 વાગ્યે યાસ્મીનના ગ્લોબ રોડ પરના ઘરે પહોંચ્યો હતો. જ્યાં તેણે યાસ્મીન પર ક્રૂર હુમલો કરી તેણીનું બેંક કાર્ડ અને તેણીએ પહેરેલી જ્વેલરી સહિતની વસ્તુઓ લુંટી લીધી હતી. હત્યા પછીના કલાકોમાં કયુમે યાસ્મીનના બેંક કાર્ડનો ઉપયોગ કરીને £800 રોકડા ઉપાડ્યા હતા તથા બે દિવસ પછી બે દાગીના £200માં વેચ્યા હતા. પોલીસે તા. 27 માર્ચ 2022ના રોજ પ્લેસ્ટોના એક સરનામેથી કયુમની ધરપકડ કરી હતી.