દિલ્હી સ્થિત ઐતિહાસિક ધરોહર કુતુબમીનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ કરવાની કેટલાંક હિન્દુ સંગઠનો માગણી કરી રહી રહ્યાં છે. આ માગણી સાથે લોકો ધરણા પર બેઠા હતા. આ વિરોધ દક્ષિણ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં સ્થિત કુતુબ મિનાર પાસે થઈ રહ્યો છે. કુતુબ મિનારને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી છે.
યુનાઈટેડ હિંદુ ફ્રન્ટ સહિત કેટલાક હિંદુ સંગઠનોએ પણ અહીં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. મહાકાલ માનવ સેવા નામના સંગઠનનો સભ્યો અહીં વિરોધી દેખાવ કરી રહ્યાં છે. યુનાઈટેડ હિન્દુ ફ્રન્ટે જણાવ્યું હતું કે કુતુબમીનાર વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ છે. આ ઈમારત જૈન અને હિંદુ મંદિરો તોડીને બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. છેલ્લા એક-બે વર્ષથી દેશમાં નામકરણનો નવો દોર શરૂ થયો છે. સ્ટેડિયમથી લઈને મ્યુઝિયના નામ બદલવામાં આવી રહ્યાં છે.
કુતુબમીનાર અંગે અગાઉ કોર્ટમાં પણ અરજી થઈ હતી, જેમાં પિટીશનર્સનો દાવો કર્યો હતો કે કે કુતુબમીનારની કુવ્વત-ઉલ-ઈસ્લામ મસ્જિદ ત્યાંના મંદિરોને તોડીને બનાવવામાં આવી હતી. ત્યાં 27 જૈન મંદિરો હતા.