શાહી પરિવારના નિષ્ણાતોએ હેરી અને મેગનની આ મુલાકાતને ‘સ્વચ્છંદી અને સ્વાર્થી’ હોવાનું જણાવી આ ‘આશ્ચર્યજનક’ ઓપ્રાહ ઇન્ટરવ્યૂથી ‘સંપૂર્ણ વિનાશ’ સર્જાશે એમ જણાવ્યું હતું.
રોબર્ટ જોબસને જણાવ્યું હતું કે ‘’હેરી અને મેગન સ્વ-લુપ્ત અને સ્વાર્થી જણાયા છે. તેમણે આપણા દેશનો અનાદર કર્યો છે. બંનેએ કેટલાક ખૂબ ગંભીર આક્ષેપો કર્યા છે અને તેઓ જાણે છે કે શાહી પરિવાર વળતો જવાબ આપી શકશે નહીં. આખા ઇન્ટરવ્યુમાં રાણીનું માન નહોતું. તેમણે રાજાશાહી પર હુમલો કર્યો છે. બ્રિટિશ લોકોનું આ એક મોટુ અપમાન છે. તેમણે રોયલ ફેમિલી પર રેસીસ્ટ હોવાનો આરોપ લગાવ્યો છે. બ્રિટિશ પ્રેસ જાતિવાદી છે તેવા આરોપના પુરાવા ક્યાં છે?’’
રસેલ માયર્સે જણાવ્યું હતું કે ‘’મારો અત્યાર સુધી જોયેલો ટેલિવિઝનનો સૌથી અસાધારણ ભાગ હતો. પરંતુ તેમણે જે કહ્યું તેના તત્વો છે જેને ગંભીરતાથી લેવાની જરૂર છે. મેગનના પ્રશ્નોના જવાબ આપવાની જરૂર છે. તેમણે હાલમાં જ 10 મિલિયન ડોલરનું ઘર ખરીદ્યું છે. મહારાણી જાગીને જ્યારે બધું વાંચશે ત્યારે તેઓ નિરાશ થશે. તેમણે રોયલ ફેમિલીના લગભગ દરેક સભ્યની નિંદા કરી છે.
એન્જેલા લેવિને જણાવ્યું હતું કે ‘’મેગને જાણે કે તે જેલમાં હોય તેવો દેખાવ કર્યો છે. તેણે કહ્યું હતું કે તેના માટે તેની પાસે કોઈ નથી, પરંતુ હેરી તેની બાજુમાં હતો જે રાણીનો સૌથી વિશ્વાસપાત્ર સહાયક હતો. એ કહેવું મુશ્કેલ હતું કે ત્યાં કોઈ ન હતું. મને ખાતરી છે કે થોડા વર્ષો પછી હેરીને આ ઇન્ટરવ્યૂ બાબતે ખૂબ જ પસ્તાવો થશે. તેમની પાસે ભાવનાત્મક બુદ્ધિ નથી.