બ્રિટનના ડ્યુક ઓફ સસેક્સ – પ્રિન્સ હેરીએ સોમવારે પ્રથમ વખત તેમની “ગ્રેની” ક્વીન એલિઝાબેથ IIને શ્રદ્ધાંજલિ આપી તેમની “સહજ સલાહ અને પ્રેમાળ સ્મિત”ને યાદ કરી કહ્યું હતું કે ‘’તમે અને ગ્રાન્ડપા સાથે છો તે જાણીને અમે આનંદિત છીએ. તે આશ્વાસન આપનારું છે કે તમે દાદાને ફરી મળ્યા છો.’’
હવે યુ.એસ. સ્થિત પ્રિન્સ હેરી પત્ની મેગન માર્કલ સાથે શનિવારે વિન્ડસર કાસલ ખાતે મોટા ભાઈ અને ભાભી – નવા પ્રિન્સ અને પ્રિન્સેસ ઑફ વેલ્સ વિલિયમ અને કેટની સાથે-સાથે ચાલ્યા હતા અને શાહી એકતા દર્શાવી લોકો સાથે વાતચીત કરી હતી.
પ્રિન્સ હેરીએ તેની આર્ચવેલ વેબસાઈટ પર જણાવ્યું હતું કે “મારા દાદી, મહારાણીની સેવા અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા ઘણા લોકો માટે હતી. તેઓ વૈશ્વિક સ્તરે પ્રશંસનીય અને આદરણીય હતા. સેવા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા બદલ આભાર. તમારી સલાહ અને સ્મિત બદલ આભાર. રાણીએ મારી પ્રિય પત્ની અને બાળકો સાથે વિતાવેલી ક્ષણોની હું ખૂબ પ્રશંસા કરૂ છું. તેમની અતૂટ કૃપા અને પ્રતિષ્ઠા મારા સમગ્ર જીવન દરમિયાન સાચી રહી હતી અને હવે તેનો શાશ્વત વારસો મદદ કરશે. દાદી, જ્યારે આ અંતિમ વિદાય અમને ખૂબ જ ઉદાસીન કરે છે, ત્યારે હું આપણા તમામ મિલનો બદલ કાયમ માટે આભારી છું. તમારી સાથેની મારી બાળપણની યાદોથી, તમને પ્રથમ વખત મળવા માટે, મારા કમાન્ડર-ઇન-ચીફ થવા બદલ, તમે મારી પ્રિય પત્નીને મળ્યા અને તમારા પ્રિય પૌત્ર-પૌત્રોને ગળે લગાડ્યા તે ક્ષણ માટે આભારી છું.’’
કિંગ ચાર્લ્સ III તરીકેની તેમની નવી ભૂમિકા બદલ તેમણે પિતાને પણ અભિનંદન આપ્યા હતા.