બ્રિટનના 96 વર્ષીય મહારાણી એલિઝાબેથ દ્વિતીય નવા ચૂંટાયેલા વડા પ્રધાનની નિમણૂક કરવા માટે સ્કોટલેન્ડમાં બાલમોરલ કાસલ નિવાસસ્થાનમાં પરંપરાગત સમારંભ યોજે તેવી શક્યતા છે. તેઓ સ્કોટલેન્ડમાં તેમના વાર્ષિક સમર વેકેશન પર છે.
‘ધ સન’ અખબારના દાવા મુજબ નવા વડા પ્રધાનને મળવાની ગુપ્ત યોજનાઓ ઘડવામાં આવી છે. રાણીને હવે મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે. રાણી ગયા મહિને 10-અઠવાડિયાની રજા માટે સ્કોટલેન્ડ આવ્યા હતા.
બકિંગહામ પેલેસ અથવા વિન્ડસર કાસલમાં નવા વડા પ્રધાનનો અભિષેક ન કરાય તે ખૂબ જ અચરજની વાત છે.