મહારાણીના 70 વર્ષના શાસનની ઐતિહાસિક પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી માટે યોજાયેલા ચાર દિવસના કાર્યક્રમો આ મુજબ છે.
ગુરુવાર, 2 જૂન – મહારાણીના જન્મદિવસની પરેડ
સવારે 10 વાગ્યે ખાસ ટ્રુપિંગ ધ કલર પરેડ સાથે ઉત્સવની શરૂઆત થશે. તેમાં ઘોડા પર અને કોચમાં સૈન્ય કર્મચારીઓ અને રાજવી પરિવારના સભ્યોનો સમાવેશ થશે.
પ્રિન્સ વિલિયમ જેના કર્નલ છે તે આઇરિશ ગાર્ડ્સના સૈનિકો દ્વારા બ્રિટિશ ધામધૂમ અને પેજેન્ટરીના શ્રેષ્ઠ દેખાવ કલર તરીકે રેજિમેન્ટલ ફ્લેગને પ્રદર્શિત કરાશે.
રોયલ એર ફોર્સ, આર્મી અને રોયલ નેવીના 70 થી વધુ એરક્રાફ્ટ ફ્લાયપાસ્ટ પરેડને અનુસરશે, જે 260 વર્ષથી વધુ સમયથી બ્રિટિશ સાર્વભૌમનો સત્તાવાર જન્મદિવસ છે. તેમાં હેલિકોપ્ટર અને અન્ય એરક્રાફ્ટની સાથે રેડ એરોઝ દ્વારા એરોબેટિક પ્રદર્શન કરાશે. આ પરેડને રાજવી પરિવારના કાર્યકારી સભ્યો સાથે જોડાયેલા મહારાણી, બકિંગહામ પેલેસની બાલ્કનીમાંથી નિહાળશે.
પ્લેટીનમ જ્યુબીલીની ઉજવણીના પ્રથમ દિવસે સૂર્યાસ્ત થતાંની સાથે જ સમગ્ર બ્રિટન અને સમગ્ર કોમનવેલ્થમાં હજારો પ્લેટિનમ જ્યુબિલી બિકન્સ પ્રગટાવવામાં આવશે. રાત્રે 9.25 વાગ્યે, બકિંગહામ પેલેસની બહાર 21 મીટર (69 ફીટ) ઉંચા વૃક્ષોનું શિલ્પ પ્રકાશીત કરાશે જેને જોવા માટે રોયલ પરિવારના સભ્યો એકઠા થશે.
શુક્રવાર, 3 જૂન – સેન્ટ પોલ કેથેડ્રલ ખાતે સર્વિસ
લંડનના સેન્ટ પૉલ્સ ખાતે થેંક્સગિવિંગ સર્વિસ માટે દેશના સૌથી મોટા ચર્ચના ઘંટ ગ્રેટ પૉલનો રણકાર કરાશે. મહારાણી આરામથી આવી શકે તે માટે તેમનો બાજુના દરવાજામાંથી પ્રવેશ કરાય તેવી શક્યતા છે. કાર્યક્રમમાં ડ્યુક ઑફ યોર્ક અને ડ્યુક અને ડચેસ ઑફ સસેક્સ ઉપસ્થિત રહેશે.
આ સર્વિસ સવારે 11.30 વાગ્યે શરૂ થશે અને તેમાં ક્વીન્સ મ્યુઝિકના માસ્ટર, જુડિથ વેર દ્વારા બુક ઓફ પ્રોવર્બ્સના ત્રીજા પ્રકરણના શબ્દો સાથેનું નવું ગીત રજૂ થશે. ત્યારપછી લોર્ડ મેયર ગિલ્ડહોલ ખાતે રિસેપ્શનનું આયોજન કરશે, જેમાં રોયલ્સ બપોરે 12.25 વાગ્યાથી આવવાની શરૂઆત કરશે.
શનિવાર, 4 જૂન – એપ્સમ ડાઉન્સમાં ડર્બી
રોયલ્સ સાંજે 4.30 વાગ્યાથી એપ્સમ ડાઉન્સમાં પ્રખ્યાત ડર્બી રેસ ડેમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. રાણીના ભૂતકાળ અને હાલના 40 જોકી ગાર્ડ ઓફ ઓનર આપશે.
બકિંગહામ પેલેસની બહાર, વિક્ટોરિયા મેમોરિયલ નજીકના કોન્સર્ટમાં સ્ટાર્સની અદભૂત લાઇન-અપ પરફોર્મ કરશે. તેને માટે 22,000 ટિકિટો વેચાઇ છે પરંતુ વધુ 100,000 મોલ પર જ ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. કોન્સર્ટનું જીવંત પ્રસારણ રાત્રે 8-10 વાગ્યા સુધી લાખો લોકો દ્વારા જોવાય તેવી અપેક્ષા છે.
રવિવાર, 5 જૂન – બીગ જ્યુબિલી લંચ
પ્લેટીનમ જ્યુબીલી ઉત્સવમાં આમ નાગરિકો ભાગ લઇ શકે તે આશયે 16,000થી વધુ સ્ટ્રીટ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે અને 60,000થી વધુ લોકોએ દેશભરમાં કોમ્યુનિટી લંચનું આયોજન કરવા માટે નોંધણી કરાવી છે. સમગ્ર કોમનવેલ્થ દેશોમાં અને અન્યત્ર 600 બિગ જ્યુબિલી લંચનું આયોજન પણ કરાયું હશે.
જ્યુબિલી પેજન્ટ અંતર્ગત ત્રણ કલાકની મહત્વાકાંક્ષી શોભાયાત્રા લંડનની શેરીઓને રંગ અને નૃત્યના વાઇબ્રન્ટ ડિસ્પ્લે સાથે બદલી નાખશે. ગોસ્પેલ કોયર અને મિલિટરી બેન્ડ રાષ્ટ્રગીત ગાવા માટે રાષ્ટ્રનું નેતૃત્વ કરે તે પહેલાં, એડ શીરાનના પ્રદર્શન સાથે આ શો ભવ્ય સમાપ્ત થશે.