મહારાણી એલિઝાબેથ બ્રિટનના રાણી બન્યાં બાદ તુરંત જ અમેરિકાના પ્રમુખ બનેલા આઈઝેનહોવરે તેમની મુલાકાત લીધી હતી અને તેઓ મુલાકાત લેનારા પ્રથમ અમેરિકન પ્રમુખ હતા. એ પછી જ્હોન એફ કેનેડીએ મહારાણીની મુલાકાત લીઘી હતી.
મહારાણી એલિઝાબેથ સાથે મુલાકાતો લેનારા અન્ય અમેરિકન પ્રમુખોમાં રિચાર્ડ નિક્સન, જેરાલ્ડ ફોર્ડ, જિમ્મી કાર્ટર, રોનાલ્ડ રીગન, જ્યોર્જ એચ. બુશ, બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબલ્યુ બુશ, બરાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેનનો સમાવેશ થાય છે.
અમેરિકાના પ્રમુખો સામાન્ય રીતે પ્રમુખ તરીકેના શપથ ગ્રહણ કર્યા બાદ બ્રિટનની મુલાકાત લેવાનો ટ્રેન્ડ જાળવી રાખે છે અને એક માત્ર લિન્ડન જ્હોન્સને પ્રમુખ બન્યાના ચાર વર્ષના કાર્યકાળમાં રાણીની મુલાકાત લીધી ન હતી.