- રાણીના દેહને બુધવારથી વેસ્ટમિંસ્ટર હોલમાં ચાર દિવસ સુધી અંજલિ આપી શકાશે.
- બુધવારે બપોરે 14:22 કલાકે બકિંગહામ પેલેસથી રાણીનો દેહ વેસ્ટ મિન્સ્ટર હોલ લઇ જવાશે. જેમાં રાજા અને શાહી પરિવારના સભ્યો સામેલ થશે. હાઈડ પાર્કમાં બંદૂકો ફોડી સલામી અપાશે. બિગ બેન ટાવર રણકાર કરશે. વેસ્ટમિન્સ્ટર હોલ સોમવાર 19 સપ્ટેમ્બરના રોજ 06:30 સુધી ખુલ્લો રહેશે.
- ગુરૂવાર, શુક્રવાર અને શનિવારના રોજ 11મી-સદીના પેલેસ ઑફ વેસ્ટમિન્સ્ટરના વેસ્ટમિન્સ્ટર હોલમાં રાણીના કોફીનના દર્શન કરી અંજલિ આપી શકાશે.
- શુક્રવારે કિંગ ચાર્લ્સ અને કેમિલા વેલ્સની મુલાકાત લેશે.
- રવિવારે રાત્રે 8 કલાકે સમગ્ર યુકેમાં એક મિનિટનું મૌન રાખવામાં આવશે.
- સોમવાર 19 સપ્ટેમ્બરે રાણીના અંતિમ સંસ્કાર થશે. સવારે 10.44 કલાકે કોફિન વેસ્ટમિન્સ્ટર પેલેસથી વેસ્ટમિન્સ્ટર એબી લઈ જવાશે. સ્ટેટ ફ્યુનરલ 11 વાગ્યે શરૂ થશે. તે પછી કોફિન વેલિંગ્ટન આર્ક અને ત્યાંથી વિન્ડસર લઇ જવાશે. ત્યાંથી વિન્ડસરના સેન્ટ જ્યોર્જ ચેપલમાં દફન કરાશે.