જાહેર જીવનમાં ખૂબજ સંયમશીલ મહારાણી એલિઝાબેથ અંગત જીવનમાં ખૂબજ રમૂજી હતા. તેમનું સેન્સ ઓફ હ્યુમર ગજબનું હતું જે તેમની સફળતા માટે મહત્વનું પાસું સાબીત થયું હતું. તેઓ માનતા કે હસવું એ જીવન જીવવાની મહત્વની પધ્ધતિ છે અને નેટફલ્કિસની વેબ સિરીઝ ધ ક્રાઉનમાં જણાવાયું હતું કે તેઓ પોતાના લોકોની વચ્ચે ખૂબ સારી મિમિક્રી કરતા હતા. એક વખત બકિમહામ પેલેસની નજીક તેમના સુરક્ષા ગાર્ડ સાથે ફરતા હતા ત્યારે એક અમેરિકન પ્રવાસીએ રાણીને પૂછ્યું હતું કે ’’તમે ક્યારેય રાણી એલેઝાબેથને મળ્યા છો ?’’ રાણીએ વિનોદ વ઼ત્તિ બતાવી સુરક્ષા ગાર્ડ તરફ ઇશારો કરીને કહ્યું હતું કે ‘’આ લોકો એમને મળેલા છે.’’ મહારાણી એલિઝાબેથ રશિયાના પૂર્વ – રાષ્ટ્રપતિ બોરિસ યેલ્તસિનની ખૂબ સરસ નકલ કરતા. તેઓ ટીવી અને ફિલ્મસ્ટારોની નકલ કરવામાં પણ માહિર હતા.