દેશ અને કોમનવેલ્થ માટે મહારાણી એલિઝાબેથ IIનું પહેલાથી રેકોર્ડ કરાયેલ વાર્ષિક ક્રિસમસ પ્રસારણ શનિવાર તા. 25ના રોજ પ્રસારિત થયું હતું. જેમાં તેઓ 1947માં તેમના હનીમૂન પર પહેરેલ લાલ ડ્રેસ અને બ્રોચ પહેરેલા જોવા મળ્યા હતા.
આ વર્ષે એક ખૂબ જ વ્યક્તિગત ક્રિસમસ સંદેશમાં તેમણે એપ્રિલમાં મરણ પામેલા પતિ પ્રિન્સ ફિલિપને યાદ કર્યા હતા. આ સંદેશ વિન્ડસર કાસલમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. 95 વર્ષીય મહારાણીએ પ્રિન્સ ચાર્લ્સ અને તેમના પત્ની કેમિલા સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી.