સપોર્ટીંગ હ્યુમાનીટીના સીઇઓ ઇદ્રીસ પટેલને મેડલીસ્ટ ઓફ ધ બ્રિટીશ એમ્પાયર (BEM) એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે. મૂળ ભરૂચ, ગુજરાતના વતની ઇદ્રીસ પટેલના માતાપિતા 1960ના દાયકામાં ઇગ્લેન્ડ આવ્યા હતા.
મુંબઇમાં ઉછરેલી અને શિક્ષિત થયેલી માતાએ આપેલા સંસ્કારો અને શિક્ષણના કારણે ઇદ્રીસ અને તેમના ચારે ભાઇ-બહેનો સફળ થયા હતા. ઇદ્રીસ 13 વર્ષની ખૂબ જ નાની ઉંમરથી ચેરિટી કાર્યમાં સામેલ થયા હતા. તેઓ શરૂઆતમાં જુદી જુદી જુદી રમતોનું કોચીંગ આપતા હતા. ત્યારબાદ દફનવિધિના કામમાં સેવા આપતા હતા. તાજેતરમાં માનસિક સ્વાસ્થ્યની આસપાસના લાંછનને દૂર કરવા તેમણે પોતાની ચેરીટી સપોર્ટીંગ હ્યુમાનિટીની સ્થાપના કરી હતી.
