- લૌરેન કોડલિંગ દ્વારા
એજ્યુકેશન લીડર હમિદ પટેલ, ચેરિટી બોસ જાવેદ ખાન, અભિનેત્રી લોલિતા ચક્રબર્તી, સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર રિમલા અખ્તરને અને પીરીયડ પોવર્ટી કેમ્પેઇનર એમિકા જ્યોર્જ સહિત સંખ્યાબંધ બ્રિટીશ એશિયન્સને મહારાણીના બર્થડે ઓનર્સ લિસ્ટમાં વિવિધ સન્માન એનાયત કરાયા હતા.
કોવિડ-19 રસીની પ્રાપ્તિ, ઉત્પાદન અને વિતરણ માટેની સેવાઓ બદલ વેક્સીન ટાસ્કફોર્સના પૂર્વ અધ્યક્ષ કેટ બિન્ગહમ, ભૂતપૂર્વ બિઝનેસ સેક્રેટરી એન્ડ્રિયા લીડ્સમ તથા રસી વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા માટે જેનર ઇન્સ્ટિટ્યૂટના વેક્સીનોલોજીના પ્રોફેસર સારાહ ગિલબર્ટને ડેમહૂડ આપવામાં આવ્યું હતું. ગાયક-ગીતકાર લુલુ અને સ્પોર્ટ કોમેન્ટેટર સુ બાર્કરને સીબીઈ એવોર્ડ એનાયત કરાયો હતો.
30 જેટલી મફત શાળાઓ અને એકેડેમી ચલાવતા બ્લેકબર્નના મલ્ટી એકેડેમી ટ્રસ્ટ, સ્ટાર એકેડેમિકસના સીઇઓ હમીદ પટેલને શિક્ષણ માટેની સેવાઓ બદલ નાઈટહૂડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સ્થાપનાથી જ ચેરિટી ટ્રસ્ટનું નેતૃત્વ કરનાર હમીદ પટેલ દેશભરના વંચિત સમુદાયોમાં તેમના શૈક્ષણિક કાર્ય માટે જાણીતા છે.
બાળકોની ચેરિટી બર્નાર્ડોના સીઇઓ અને બર્મિંગહામમાં વસતા કાશ્મીરી ઇમિગ્રન્ટ માતાપિતાના સંતાન જાવેદ ખાનને યુવાન લોકો અને શિક્ષણની સેવાઓ બદલ ઓબીઇ એનાયત કરાયો હતો. શુક્રવારે ગરવી ગુજરાત સાથેની મુલાકાતમાં જાવેદ ખાને કહ્યું હતું કે ‘’આ એવોર્ડ મેળવી આનંદ સાથે વિનમ્રતા અનુભવાય છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જેવા વ્યક્તિ માટે આ શક્ય બનશે. બાર્નાર્ડોમાં અમે ઉત્સાહપૂર્વક માનીએ છીએ કે અતુલ્ય બાબતો થઈ શકે છે. મારા પરિવારમાં જ્યારે હું મોટો થતો હતો ત્યારે તેટલું નહોતું, પરંતુ તેમણે મને પ્રેમ, સંભાળ અને આશા આપી હતી જેણે મને આજે હું જ્યાં છું ત્યાં જવાના માર્ગ પર મૂક્યો છે. આ સન્માન આ અતુલ્ય ચેરિટીના કાર્યનું પ્રમાણપત્ર છે.”
સ્ટેજ અને સ્ક્રીન પર બહોળા પ્રમાણમાં કામ કરનાર લેખીકા અને અભિનેત્રી લોલિતા ચક્રબર્તીને નાટકની તેમની સેવાઓ બદલ ઓબીઇથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ લાઇફ ઑફ પી અને રેડ વેલ્વેટ માટે જાણીતા છે અને 2012માં લંડનમાં સફળ થયા બાદ બ્રોડવેમાં સ્થિર થયા હતા. હલ ખાતે જન્મેલા લોલિતાએ ગરવી ગુજરાતને કહ્યું હતું કે “હું આ ઓબીઇ પ્રાપ્ત કરવા બદલ ખૂબ જ આશ્ચર્યચકિત અને સન્માનિત થઇ છું. છેલ્લું વર્ષ દરેક માટે મુશ્કેલ રહ્યું છે, આર્ટ્સ પર તેનો ખાસ પ્રભાવ રહ્યો છે. તેથી મને જે કામ કરવાનું પસંદ છે તેને માટે માન્યતા મળી તે નસીબદાર લાગે છે અને આ આશ્ચર્યજનક સન્માન પ્રાપ્ત કરવા બદલ ખૂબ આભારી છું.”
સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર અને સોશ્યલ બિઝનેસ રિમજિમ કન્સલ્ટિંગની સ્થાપક રિમલા અખ્તરને રમતમાં સમાનતા અને વિવિધતા માટેની સેવાઓ માટે OBE એનાયત કરાયો હતો. અખ્તર રમતગમતમાં ઇન્ક્લુસીવીટીને પ્રોત્સાહન આપવા માટે જાણીતા છે અને તેઓ ફૂટબોલ એસોસિએશન કાઉન્સિલમાં જોડાનારા પ્રથમ એશિયન, મુસ્લિમ મહિલા છે. ઓબીઇને “સુખદ આશ્ચર્ય” તરીકે વર્ણવતા, અખ્તરે તેમની માતા અને ભાઈઓનો આભાર માનતા ગરવી ગુજરાતને કહ્યું હતું કે “ગયા વર્ષે આખું વિશ્વ આપણામાંના ઘણા લોકો માટે ખૂબ મુશ્કેલ હતું. રોગચાળાના કારણે અસમાનતા અને અન્યાય વધી ગયા હતા અને વિભાગો વધ્યા હતા. આપણે જોયેલા કેટલાક સકારાત્મક પરિવર્તનને લીધે હું આશાવાદી છું અને મારી અંદર ફેરફારો કરીને યોગદાન આપવાનું ચાલુ રાખીશ.”
પીરિયડ પોવર્ટી એક્ટીવીસ્ટ એમિકા જ્યોર્જને શિક્ષણ માટેની તેમની સેવાઓ બદલ એમબીઈ નાયત કરાયો છે અને # ફ્રિપેરિયડ્સ કેમ્પેઇનના 21 વર્ષિય સ્થાપક એમિકા વોર્ડ મેળવનારાઓની સૂચિમાં સૌથી યુવાન વ્યક્તિ છે. તેમણે કહ્યું હતું કે ‘’આ એવોર્ડ “વિશાળ સન્માન” છે અને તે એમબીઈ માટે નામાંકિત થઈ છે તેવું સાંભળીને આશ્ચર્ય થયું હતું. હું દેશના દરેકના વતી એવોર્ડ સ્વીકારૂ છું જેમણે શાળાઓમાં પીરીયડ્સ પોવર્ટીને સમાપ્ત કરવા માટે ફ્રી પીરીયડ્સના અભિયાનને ટેકો આપ્યો હતો. આ કોઈ વ્યક્તિગત સિદ્ધિ નથી, તે મારી પેઢીના પરિવર્તન માટેના નિશ્ચય અને ઉર્જાનું પ્રતિનિધિત્વ છે, અને યુવાન બ્રિટીશ એશિયન્સ તેમના શ્વેત મિત્રો જેટલી શક્તિ ધરાવે છે તેની એક સ્વીકૃતિ છે.’’
આ સન્માનની યાદીમાં કુલ 1,129 નામો સામેલ થયા છે, જેમાંથી 15 ટકા લોકો શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિના છે. આજની તારીખમાં આ સૌથી વિશિષ્ટ રીતે વૈવિધ્યસભર સૂચિ છે. લગભગ 23 ટકા વિજેતાઓના નામની કોવિડ-19માં સેવા આપવા ભલામણ કરવામાં આવી હતી.
એવોર્ડ માટે નામાંકિત કરવા માટે જૂઓ: www.gov.uk/honours