- મહારાણીએ એ ક્યારેય મીડિયા ઇન્ટરવ્યુ આપ્યો ન હતો અને ટીકાકારો કહેતા કે તેઓ દૂર અને એકલા રહે છે.
- રાણીનું જ્યાં સ્ટેટ ફ્યુનરલ કરાશે તે વેસ્ટમિન્સ્ટર એબી ખાતે બ્રિટનના રાજાઓ અને રાણીઓનો તાજ પહેરાવવામાં આવે છે. ત્યાં જ રાણી એલિઝાબેથ II એ 1947માં પ્રિન્સ ફિલિપ સાથે લગ્ન કર્યા હતા. 1965માં ભૂતપૂર્વ વડા પ્રધાન સર વિન્સ્ટન ચર્ચિલ માટે છેલ્લું સ્ટેટ ફ્યુનરલ પણ ત્યાં જ યોજવામાં આવ્યું હતું.
- વડા પ્રધાન ટ્રસ સહિત વરિષ્ઠ સાંસદોએ સંસદના વિશેષ સત્રમાં કિંગ ચાર્લ્સ III સમક્ષ વફાદારીના નવા શપથ લીધા હતા. કોમન્સ સ્પીકર સર લિન્ડસે હોયલે શપથ ગ્રહણની કાર્યવાહી શરૂ કરી હતી. ટ્રસે કહ્યું હતું કે “હું સર્વશક્તિમાન ભગવાનના શપથ લઉં છું કે કિંગ ચાર્લ્સ, તેમના વારસદારો અને અનુગામીઓ પ્રત્યે સાચી નિષ્ઠા રાખીશ, વફાદાર રહીશ. ભગવાન મને મદદ કરો.’’
- મહારાણી એલિઝાબેથના નિધનના પગલે ભારત સરકારે 11 સપ્ટેમ્બરના રોજ એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તે દિવસે ભારતનો તિરંગો અડધી કાઠીએ એક દિવસ માટે ફરકશે.
- કિંગ ચાર્લ્સ IIIની તાજપોશી સાથે જ બ્રિટનમાં એક યુગની સમાપ્તિ થશે. બ્રિટનનુ રાષ્ટ્રગાન પણ હવે ‘ગોડ સેવ ધ ક્વીન’ની જગ્યાએ ‘ગોડ સેવ ધ કિંગ’ થઇ જશે.
- પ્રિન્સ ઓફ વેલ્સનું બિરૂદ પ્રિન્સ વિલિયમને મળશે.
- કિંગ ચાર્લ્સIII હવે દેશના રાજનૈતિક મુદ્દાઓમાં પોતાનો કોઈ મત વ્યક્ત કરી શકશે નહિં.
- એડિનબરાના સેન્ટ જાઇલ્સ કેથેડ્રલ ખાતે યોજાયેલી સર્વિસ વખતે રાણીના ચાર સંતાનો કિંગ ચાર્લ્સ III, પ્રિન્સેસ એની, પ્રિન્સ એન્ડ્ર્યુ અને પ્રિન્સ એડવર્ડ ઉપસ્થિત રહ્યાં હતાં.
- બુધવારે બપોરે બકિંગહામ પેલેસથી પેલેસ ઑફ વેસ્ટમિન્સ્ટર સુધી ગન કેરેજ પર મૂકીને કોફિન લઇ જવાશે. આ શોભાયાત્રા ક્વીન્સ ગાર્ડન્સ, ધ મોલ, હોર્સ ગાર્ડ્સ અને હોર્સ ગાર્ડ્સ આર્ક, વ્હાઇટહોલ, પાર્લામેન્ટ સ્ટ્રીટ, પાર્લામેન્ટ સ્ક્વેર અને ન્યૂ પેલેસ યાર્ડ થઈને જશે.
- મંગળવારે સાંજે પ્રિન્સેસ એની વિમાન દ્વારા RAF નોર્થોલ્ટ ખાતે રાણીનો દેહ લઇના આવ્યા હતા અને કોફિનને બકિંગહામ પેલેસ લઇ જવાયું હતું અને કિંગ ચાર્લ્સ III, કોન્સર્ટ કેમિલા તથા શાહી પરિવારના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. કિંગ્સ ગાર્ડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
- સોશિયલ મીડિયા પર કેટની એક વિડિયો ક્લિપ વાઇરલ થઇ હતી જેમાં તે કહેતી બતાવાઇ હતી કે તેના સૌથી નાના પુત્ર, પ્રિન્સ લુઇસે કહ્યું હતું કે તેના મહાન દાદી “હવે મહાન દાદા સાથે” છે.
- પ્રિન્સ હેરીને વેસ્ટમિન્સ્ટર હોલમાં રાણીના અંતિમ વિજીલ વખતે લશ્કરી ગણવેશ પહેરવા પર ‘પ્રતિબંધ’ મૂકાયો છે. પરંતુ ડ્યુક એન્ડ્રુને ‘આદરના વિશેષ ચિહ્ન તરીકે’ તે માટે મંજૂરી આપવામાં આવી છે.
- સંસદના ગૃહોની વિશેષ બેઠકોમાં રાણી એલિઝાબેથનો ભારત અને કોમનવેલ્થ પ્રત્યેનો પ્રેમ, તેમના પુત્ર કિંગ ચાર્લ્સ III દ્વારા શેર કરાયો હતો. સંસદના ભારતીય મૂળના સભ્યો, સાથીદારો અને ડાયસ્પોરા જૂથોએ સ્વર્ગસ્થ રાણીને શ્રદ્ધાંજલિ આપી હતી.