અમેરિકામાં દેવા મર્યાદા અંગેની કટોકટી વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટ બાઇડને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ રદ કરતાં સિડનીમાં યોજાનારી ક્વાડ દેશોની સમીટ પણ રદ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની આલ્બેનીસે પ્રેસિડન્ટ જો બિડેન વિના સીડનીમાં યોજાનારી ક્વાડ સમિટને નકારી કાઢી હતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સહિતની સમિટ 24 મેના રોજ યોજાવાની હતી.
જોકે આલ્બેનીસે જણાવ્યું હતું કે મોદી આગામી સપ્તાહે સિડનીની મુલાકાત લેશે, કારણ કે ભારતના વડાપ્રધાન એક સ્ટેડિયમમાં ઇન્ડિયન ડાયાસ્પોરાને સંબોધન કરવાના છે. કિશિડા સીડનીની મુલાકાત લેશે નહીં. વડાપ્રધાન મોદી આવતા અઠવાડિયે મારી સાથે દ્વિપક્ષીય બેઠક માટે અહીં આવશે. તેમની બિઝનેસ મીટિંગ્સ પણ હશે. હું તેમનું સિડનીમાં સ્વાગત કરવા આતુર છું
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડન ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યોજાનારા ક્વોડ સમિટમાં ભાગ લેવાના હતા. ત્યારબાદ પશ્ચિમી આફ્રિકાના પાપુઆ ન્યુ ગિની ટાપુનો પ્રવાસ કરવાના હતા. પરંતુ અમેરિકામાં અત્યારે રાજકીય અને આર્થિક સંકટ વચ્ચે આ બન્ને પ્રવાસ રદ કર્યો છે. ક્વાડ સમિટીનો પ્રવાસ રદ થયા બાદ પ્રેસિડન્ટ જો બાઈડને 16 થી 21 મેના રોજ તેઓ G-7 સમિટમાં ભાગ લેવા માટે જાપાનનો પ્રવાસ કરશે. આ બેઠકમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા સહિતના દેશો ભાગ લેવાના હતા.