સરકારે સોમવારે કરદાતા માટેના પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) કાર્ડ જારી કરવાની હાલની પ્રણાલીમાં સુધારો કરવા માટે રૂ.1,435 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ નવા પ્રોજેક્ટ્સ હેઠળ કરદાતાઓને QR કોડ સુવિધા સાથેના પાન કાર્ડ મફતમાં આપવામાં આવશે. PANએ ભારતીય કરદાતાઓને આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલ 10-અંકનો આલ્ફાન્યૂમેરિક નંબર છે.

PAN 2.0 પ્રોજેક્ટનો હેતુ સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમ માટે “સામાન્ય વ્યવસાય ઓળખકર્તા” બનાવવાનો છે.આ પ્રોજેક્ટને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA)એ મંજૂરી આપી હતી.

વ્યક્તિઓ અને વ્યવસાયો સાથેનો વર્તમાન PAN માન્ય રહેશે અને નંબર બદલવાની કોઈ જરૂર રહેશે નહીં.

આ નિર્ણયની જાહેરાત કરતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ અદ્યતન ટેક્નોલોજી મારફત કરદાતાની રજિસ્ટ્રેશન સર્વિસમાં પરિવર્તન આવશે. તેનાથી સર્વિસની ક્વોલિટીમાં સુધારો થશે.

નવા પ્રોજેક્ટ મુજબ પાન કાર્ડ હવે QR કોડ સાથે જારી કરાશે. હાલના પાન કાર્ડ ધારકોને નવું પાન કાર્ડ ઇશ્યૂ કરાશે.  હાલના પાન કાર્ડ ધારકોએ કંઈપણ બદલવાની કે નવા કાર્ડ માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં. હાલનું પાન કાર્ડ આપોઆપ અપગ્રેડ થઈ જશે.

હાલમાં પાનકાર્ડ ઓપરેટ કરવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં છે તે 15 થી 20 વર્ષ જૂનો છે, જેમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નવી સિસ્ટમ હેઠળ, પાન કાર્ડ સંબંધિત તમામ વ્યવસ્થાઓ ડિજિટલ રીતે તૈયાર કરાશે

LEAVE A REPLY