નવા સંસોધન મુજબ અમેરિકાની કંપની ફાઇઝરની કોરોના વેક્સિન બ્રિટન અને સાઉથ આફ્રિકામાં ફેલાયેલા કોરોનાના નવા વેરિયન્ટ્સ સામે રક્ષણ આપી શકે છે. આ બંને વેરિયન્ટે વિશ્વમાં ચિંતા ઊભી કરી છે ત્યારે આ રિસર્ચ થયું છે.
આ બંને નવા વેરિયન્ટમાં N501Y નામનું કોમન મ્યુટેશન છે. વિશ્વમાં રજૂ થયેલી વેક્સિન સ્પાઇક પ્રોટિનને ઓળવામાં અને તેની સામે લડત આપવામાં માનવશરીરને તાલીમ આપે છે. ફાઇઝરે યુનિવસિર્ટી ઓફ ટેક્સાસની ગેલ્વેસ્ટોન બ્રાન્ચના રિસર્ચર્સના સહયોગમાં એ જાણવા માટે લેબોરેટરી ટેસ્ટ કર્યા હતા કે તેની વેક્સિન નવા મ્યુટેશન સામે રક્ષણ આપી શકે છે કે નહીં.
આ અભ્યાસ પ્રાથમિક છે અને તેની નિષ્ણાતોએ સમીક્ષા કરી નથી. પરંતુ ફાઇઝરના ચીફ સાયન્ટિફિક ઓફિસર ડો ફિલિપ ડોર્મિત્ઝરે જણાવ્યું હતું કે આ મ્યુટેશન વેક્સિન માટે સમસ્યા હોય તેમ લાગતું નથી.