બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ રવિવારે ઉદયપુરમાં તેના મંગેતર વેંકટ દત્તા સાઈ સાથે લગ્નબંધનમાં બંધાઈ હતી. દંપતીએ તેમના પરિવારો અને અને નજીકના મિત્રોની વચ્ચેમાં સાતફેરા લીધા હતાં. 20 ડિસેમ્બરે એક સંગીત સમારંભ અને બીજા દિવસે હલ્દી, પેલ્લીકુથુરુ અને મહેંદી વિધી થઈ હતી.
જોધપુરના સાંસ્કૃતિક અને પર્યટન પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે લગ્નસમારંભમાં હાજર રહ્યાં હતાં અને લગ્નની પ્રથમ તસવીર તેમના X (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર શેર કરી હતી.
વેંકટ દત્તા હૈદરાબાદ સ્થિત પોસાઇડેક્સ ટેક્નોલોજીસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. કપલ 24 ડિસેમ્બરે સિંધુના હોમટાઉન હૈદરાબાદમાં રિસેપ્શનનું આયોજન કરશે. આ દંપતીએ લગ્નના રિસેપ્શન માટે દેશની કેટલીક ટોચની હસ્તીઓને આમંત્રણ આપ્યું છે, જેમાં સચિન તેંડુલકર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે.
લગ્ન વિશે સિંધુના પિતાએ કહ્યું હતું કે બંને પરિવાર એકબીજાને સારી રીતે ઓળખે છે, પરંતુ લગ્નની યોજના એક મહિનામાં ઘડવામાં આવી હતી. આ કપલે આ તારીખ પસંદ કરી હતી, કારણ કે સિંધુ આવતા વર્ષથી ટ્રેનિંગ અને સ્પર્ધાઓમાં વ્યસ્ત હશે.