મેડ્રીડ સ્પેન માસ્ટર્સ સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતની પી વી સિંધુનો રવિવારે ઇન્ડોનેશિયાની ગ્રેગોરિયા મરિસ્કા તુનજુંગ સામે સીધા સેટમાં પરાજય થયો હતો. આની સાથે આ વર્ષે ટાઇટલ જીતવાનુ સિંધુનું સપનું રોળાયું હતું. ફાઇનલમાં સિંધુનો 8-21 અને 8-21થી વિશ્વની 12મી ક્રમાંકિત તુનજુંગ સામે પરાજય થયો હતો. પાંચ મહિનાની ઇજા પછી સિંધુ આ પ્રથમ ટુર્નામેન્ટ રમી રહી હતી.
અગાઉ ભારતની ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ પી.વી. સિંધુએ સેમી ફાઇનલમાં સિંગાપોરની બિનક્રમાંકિત યેઓ જીયા મિન સામે ૨૪-૨૨, ૨૨-૨૦થી જીત હાંસલ કરી હતી. સિંધુએ ૪૮ મિનિટ સુધી સંઘર્ષ કર્યો હતો.
સ્પેનમાં ચાલી રહેલી ટુર્નામેન્ટમાં સિંધુ ટાઈટલની રેસમાં બાકી રહેલી એકમાત્ર ભારતીય ખેલાડી હતી.. સિંધુ ચાલુ વર્ષે હજુ એક પણ ટાઈટલ જીતી શકી નથી. આ નાલેશીભર્યા રેકોર્ડનો અંત મેડ્રિડમાં આવે તેવી આશા હતી