Putin visited Mariupol, Ukraine for the first time
યુદ્ધ અપરાધોના આરોપમાં ઇન્ટરનેશનલ કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યાના બે દિવસ પછી રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને શનિવાર, 18 માર્ચે પ્રથમ વખત મારિયુપોલની મુલાકાત લીધી હતી.Kremlin.ru/Handout via REUTERS

યુદ્ધ અપરાધોના આરોપમાં ઇન્ટરનેશનલ કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યાના બે દિવસ પછી રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને શનિવાર, 18 માર્ચે પ્રથમ વખત મારિયુપોલની મુલાકાત લીધી હતી. રશિયાએ સપ્ટેમ્બરમાં આ પોર્ટ સિટીને યુક્રેનથી અલગ કરીને રશિયામાં ભેળવી દેવાની જાહેરાત કરી હતી. પુતિન હેલિકોપ્ટર દ્વારા મેારિયુપોલ પહોંચ્યા હતા અને પછી શહેરની મેમોરિયલ સાઇટ્સ, કોન્સર્ટ હોલ અને દરિયાકાંઠાની આસપાસ ફર્યા હતા રશિયન નેતાએ આ મુલાકાત લીધી હતી. આ સપ્તાહે ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગની મોસ્કો મુલાકાત પહેલા પુતિને આ શક્તિપ્રદર્શન કર્યું હતું.

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે ક્રિમિયાને યુક્રેનથી અલગ કર્યાની નવમી વર્ષગાંઠે ક્રિમિયાની મુલાકાત લીધી પછી તેનાથી થોડા અંતરે આવેલા મારિયુપોલની શનિવાર મુલાકાત લીધી હતી. મોરિયુપોલની સ્ટીલ મિલની બહાર રશિયાના સૈનિકોને યુક્રેનના સૈનિકોએ જોરદાર લડત આપી તે પછી મોરિયુપોલ વિશ્વમાં જાણીતું શહેર બની ગયું હતું. રશિયાને દળોએ આખરે મે મહિનામાં તેના પર અંકુશ મેળવ્યો હતો.

આ મુલાકાતમાં પુતિન મારિયુપોલમાં સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરતા અને ક્રિમિયામાં એક આર્ટ સ્કૂલ અને બાળકોના કેન્દ્રની મુલાકાત લેતા દર્શાવવામાં આવ્યા હતા. પુતિને ધરપકડના વોરંટ પર કોઈ ટિપ્પણી કરી ન હતી. ક્રેમલિને આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટના વોરંટને ગેકાયદેસર ગણાવ્યું હતું.

LEAVE A REPLY