રશિયાની પ્રેસિડન્ટની ચૂંટણીમાં રવિવારે જંગી બહુમતી સાથે વિજય મેળવ્યા પછી રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને સોમવારે પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી કે રશિયા અને યુએસની આગેવાની હેઠળના નાટો સૈન્ય વચ્ચેના સીધા સંઘર્ષનો અર્થ એ થશે કે વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધથી એક પગલું દૂર છે, પરંતુ કહ્યું હતું કે ભાગ્યે જ કોઈ આવી સ્થિતિ ઇચ્છતું હતું.

પુતિન રવિવારે પાંચમી ટર્મ માટે પ્રેસિડન્ટ ચૂંટાયાં હતાં. ભૂતપૂર્વ કેજીબી લેફ્ટનન્ટ કર્નલને 87.8 ટકા મત મળ્યાં હતાં તેમનો વોટ શેર એક્ઝિટ પોલની આગાહીઓને પાર કરી ગયો હતો અને તે સોવિયેત પછીના રશિયાના ઇતિહાસમાં સૌથી મોટો વિજય છે.

પુતિન નવી છ વર્ષની મુદતની માટે ચૂંટાઈ આવ્યાં છે. જો તેઓ પોતાની છ વર્ષની ટર્મ પૂરી કરશે તો જોસેફ સ્ટાલિનને પાછળ છોડીને 200 વર્ષોમાં રશિયાના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર નેતા બનશે.

ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી અમેરિકા, જર્મની, યુનાઇટેડ કિંગડમ અને અન્ય રાષ્ટ્રોએ દાવો કર્યો હતો કે રાજકીય વિરોધીઓની કેદ અને સેન્સરશીપને કારણે આ ચૂંટણી મુક્ત કે ન્યાયી ન હતી. રશિયા પર તેમનું વર્ચસ્વ અને વિરોધીઓની અછતને જોતાં પુતિનની વાપસી અનિવાર્ય લાગતી હતી. જોકે પુતિન ચૂંટણી મારફત દર્શાવવા માંગતા હતા કે રશિયન લોકોએ તેમને જબરજસ્ત સમર્થન આપ્યું હતું.

યુક્રેન યુદ્ધે 1962 ક્યુબન મિસાઇલ કટોકટી પછી પશ્ચિમી દેશો સાથે મોસ્કોના સંબંધો સૌથી ખરાબ છે. પુતિન ઘણીવાર પરમાણુ યુદ્ધના જોખમો વિશે ચેતવણી આપી ચૂક્યા છે પરંતુ કહે છે કે તેમણે ક્યારેય યુક્રેનમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની જરૂર નથી

 

LEAVE A REPLY