રશિયાના પોર્ટ ટાઉન વ્લાદિવોસ્તોકમાં આઠમા ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ (EEF)માં બોલતી વખતે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મેક ઈન ઈન્ડિયા’ નીતિની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે મોદી ભારતીયોને ભારતીય પ્રોડક્ટ્સની ખરીદી કરવાનું પ્રોત્સાહન આપીને “માત્ર યોગ્ય કામગીરી રહ્યા છે”.

પુતિને કહ્યું હતું કે, ઘરઆંગણે બનેલા વાહનોનો ઉપયોગ કરવાની જરૂર છે. ભારત આ માટે  મોદીના નેતૃત્વમાં પોતાની નીતિઓના માધ્યમથી આ માટે ઉદાહરણ રજૂ કરી ચુકયું છે. આપણી પાસે એક સમયે ઘરઆંગણે બનતી કારો ન હતી. હવે રશિયામાં ગાડીઓ બની રહી છે. ભલે તે મર્સિડિઝ કે ઓડીના મુકાબલે સાધારણ દેખાતી હોય પણ તેને ધ્યાનમાં લીધા વગર ઘરઆંગણે બનતા વાહનો ખરીદવા જોઈએ. તેનાથી ડબલ્યુટીઓના કરારનો ભંગ થવાનો નથી. અલગ અલગ વર્ગોના લોકો ઘરઆંગણે બનેલી કારોનો ઉપયોગ કરી શકે છે.

પુતિને કહ્યું હતું કે, ભારતનો દાખલો આપણી સામે છે. તેઓ ભારતમાં બનેલા વાહનોના નિર્માણ અને ઉપયોગ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. મને લાગે છે કે પીએમ મોદી મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય દિશામાં કામ કરી રહ્યા છે.

 

LEAVE A REPLY