અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’એ તેની રિલીઝ પછીના પ્રથમ સપ્તાહમાં બોક્સ ઓફિસ પર રૂ.829 કરોડની કમાણી કરી હતી. સૌથી ઝડપથી રૂ.800 કરોડનું વર્લ્ડવાઇડ કલેક્શન કરનારા તે પ્રથમ ભારતીય ફિલ્મ બની છે, એમ ફિલ્મના નિર્માતાઓ સોમવારે જણાવ્યું હતું.
હિન્દી વર્ઝન સાથે 5 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ તેલુગુ ફિલ્મનું નિર્દેશન સુકુમારે કર્યું છે. તેમાં રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ પણ સામેલ છે. નિર્માતાઓએ “પુષ્પા 2″ના હિન્દી ડબ વર્ઝનના બોક્સ ઓફિસ આંકડા પણ જાહેર કર્યા હતાં. ફિલ્મે રવિવારે રૂ.86 કરોડની કમાણી કરી હતી. તેનાથી હિન્દી વર્ઝનની કમાણી રૂ.291 થઈ હતી.
પુષ્પા-2એ પહેલા દિવસે રૂ.294 કરોડની ઐતિહાસિક બોક્સ ઓફિસ કલેક્શન સાથે પ્રારંભ કર્યો હતો. ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી પ્રથમ દિવસની આ સૌથી વધુ કમાણી હતી. અગાઉ એસએસ રાજામૌલીની RRRએ પ્રથમ દિવસે રૂ.223.5 કરોડ, બાહુબલી2એ રૂ.217 કરોડ અને કલ્કી 2898 એડીએ રૂ.175ની કમાણી કરી હતી. ફિલ્મનો પહેલો ભાગ ડિસેમ્બર 2021માં રીલિઝ થયો હતો. તે પછી બીજો ભાગ ત્રણ વર્ષે આવ્યો છે. બીજો ભાગ પણ મૂળ પ્લાનિંગ કરતાં લગભગ ચારથી છ મહિના મોડો રીલિઝ કરાયો છે. હવે ફિલ્મની ટીમ દ્વારા ત્રીજા ભાગની પણ હિન્ટ આપી દેવામાં આવી છે.