શિખર ધવનના સુકાનીપદ હેઠળની પંજાબ કિંગ્સની ટીમે ગયા સપ્તાહે આઈપીએલમાં એક વિશિષ્ટ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો હતો. ટીમે સતત ચાર મેચમાં 200થી વધુ રન કર્યા હતા. આવી સિદ્ધિ હાંસલ કરનારી તે આઈપીએલની પ્રથમ ટીમ બની છે. જો કે, તેમછતાં એમાંથી બે મેચમાં પંજાબનો પરાજય થયો હતો.
મુંબઈ ઈન્ડિયન્સ ગયા સપ્તાહે પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 214 રન ખડકી દીધા હતા. જો કે, સામે મુંબઇ ઇન્ડિયન્સે 7 બૉલ બાકી હતા ત્યારે આ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
એ અગાઉ પંજાબે 30 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 201 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. એ પહેલા 28 એપ્રિલે પંજાબે લખનઉ સામે પણ 201 રન કર્યા હતા, જોકે તેમછતાં ટીમનો 56 રને પરાજય થયો હતો. 22 એપ્રિલે પંજાબે મુંબઈ સામે 214 રન જ કર્યા હતા. જો કે, એ મેચમાં મુંબઈનો 13 રને પરાજય થયો હતો.