પંજાબી ભાષા £43,415ના સરેરાશ પગાર સાથે લંડનમાં સૌથી વધુ કમાણી કરતી વિદેશી ભાષા તરીકે ઉભરી આવી છે એમ લેંગ્વેજ લર્નિંગ પ્લેટફોર્મ પ્રેપ્લીના અભ્યાસમાં બહાર આવ્યું છે.
પંજાબી લંડનના એમ્પલોયરની માંગમાં ટોચની 10 ભાષાઓમાં સમાવાઇ છે. યુકેમાં અરબી ભાષા બોલતા લોકોને સૌથી વધુ £43,903નું સરેરાશ વેતન અને જર્મન જાણતા લોકોને £41,934ના સરેરાશ વેતન અપાય છે. પંજાબી યુકે-વ્યાપી યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવે છે. પણ તેનાથી વિપરિત, હિન્દી અને ઇટાલિયનની આવશ્યકતા ધરાવતા હોદ્દાઓ માટે સરેરાશ વેતન માત્ર £30,000થી વધુનું છે.
ફ્રેન્ચ જાણતા લોકો માટે 4,926 નોકરી ઉપલબ્ધ છે. ત્યારબાદ જર્મન માટે 3,796 અને સ્પેનિશ માટે 2,393 નોકરી ઉપલબ્ધ છે. બ્રિટિશ કાઉન્સિલનો સર્વે દર્શાવે છે કે ચારમાંથી એક બ્રિટિશ વ્યક્તિને ક્યારેય બીજી ભાષા શીખી ન હોવાનો અફસોસ છે.