પરમાર્થ નિકેતનના અધ્યક્ષ અને અને ગ્લોબલ ઇન્ટરફેથ WASH એલાયન્સના સહસ્થાપક-ચેરમેન પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજીએ ગ્રીન એનર્જી અને પર્યાવરણ સુરક્ષા માટેની ટેકનોલોજીઓની ચકાસણી કરવા આ મહિને આઇસલેન્ડની યાત્રા કરી હતી. તેમણે ગ્લેસિયર્સ પર પર્યાવરણ પરિવર્તનની અસરનો રૂબરુ અનુભવ કરવા પ્રત્યેક્ષ રૂપે યાત્રા કરી હતી.
ઋષિકેશથી ગોમુખ સુધીની યાત્રા બાદ ગોમુખ ગ્લેસિયરને પીગળા જોઇને પૂજ્ય સ્વામીજી ચિંતિત બન્યાં હતા. પર્યાવરણ પરિવર્તનથી આપણી પૃથ્વીનો કેવો વિનાશ સર્જાઈ રહ્યો છે તે પોતાની આંખથી નિહાળવા માટે વિશ્વના ગ્લેસિયર્સ પર ગયા હતા. પર્યાવરણમાં પરિવર્તન કંઇક દૂરની વાત છે અને એવો દૂરનો ખ્યાલ છે કે જેનાથી આપણા જીવનને અસર થતી નથી તેવું માનવાનું કે ધારવાનું સરળ છે, પરંતુ તમારી આંખ સામે જ આવું થતું જોયા બાદ લાગે છે કે પર્યાવરણ પરિવર્તનની અવગણના કરવાનું મુશ્કેલ છે.
“મારી આંખોની સામે જ આઇસલેન્ડના ગ્લેસિયર્સને પીગળતા જોયા બાદ પર્યાવરણ પરિવર્તનનો ઇનકાર કરવાનું તથા તેને અટકાવવાના કોઇ પગલાં ન લેવાનું અસંભવ છે. હું વિશ્વભરના અને ખાસ કરીને ભારતના દરેક વ્યક્તિને આપણા ગ્લેસિયર્સ અને જળનું મહત્ત્વ સમજવા અને આપણા હિમાચલને બચાવવાનો અનુરોધ કરવા માગું છું અને પ્રેરણા આપવા માગું છું.”
હિમાલય ઘણા કારણોથી ખૂબ જ મહત્ત્વનો છે. તે ઉત્તર દિશામાં ભારત માટે મજબૂત કુદરતી સુરક્ષા કવચ બનાવે છે. તે મધ્ય એશિયાના ઠંડા અને સુકાં પવનથી ભારતનું રક્ષણ કરે છે. તે હિંદ મહાસાગરના ચોમાસુ પવનોને નોર્થન દેશો પરથી પસાર થઈ જતા રોકે છે અને ઉત્તર ભારતમાં ભારે વરસાદ લાવે છે. તેના ઢોળાવમાં ગાઢ જંગલો છે અને ઘણી નદીઓનું ઉદગમસ્થાન હિમાયલની પર્વતમાળા છે. (Byju’s).
સ્વામીજીએ મુલાકાત લીધી હતી તે વાતનાજોકુલ ગ્લેસિયર વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું ગ્લેસિયર છે. તેના કરતાં મોટા હોય તેવા માત્ર બે ગ્લેસિયરમાં એન્ટાર્ક્ટિકા અને ગ્લીનલેન્ડનો સમાવેશ થાય છે. હિમાલયના ગ્લેસિયર્સ વિશ્વના બીજા કોઇ ગ્લેસિયર્સ કરતાં બે ગણા ઝડપથી પીગળી રહ્યાં છે. તેની અસરો ગંભીર છે. ભારતમાં પૂર અને હવામાનમાં અતિશય ફેરફારની ઘટનામાં વધારો તથા ચોમાસામાં ફેરફાર, નીચી કૃષિ ઉપજ અને ઉર્જાના ઉત્પાદનમાં ફેરફાર જેવી ગંભીર અસરો થઈ શકે છે. (FutureLearn). તેથી આપણે આ પ્રક્રિયાને ધીમી કરીએ અને ભારતની હિમાલય પર્વતમાળનું જતન કરી તે મહત્ત્વપૂર્ણ છે. તેનાથી તમામ માનવના આરોગ્ય અને જીવનની જાળવી થઈ શકશે.
હિન્દુ કુશ હિમાલય વિસ્તારનો ઘણીવાર ત્રીજા ધ્રુવ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે, કારણ કે તે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પછી પૃથ્વી પરના બરફમાં થીજેલા પાણીનું સૌથી મોટું કેન્દ્રસ્થાન છે. આર્કટિકની જેમ તે વૈશ્વિક સરેરાશ કરતાં વધુ ઝડપથી ગરમ થઈ રહ્યો છે. હિમાલયના ગ્લેસિયર્સ બીજી એક સમસ્યાનો સામનો કરી રહી છે, તેનું નામ બ્લેક કાર્બન છે. (thethirdpole.net). વિશ્વ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા ધ્યાન કેન્દ્રીત કરે તે મહત્ત્વપૂર્ણ છે.
વર્લ્ડ બેન્ક ગ્રૂપ (જૂન 2021) મુજબ પર્યાવરણમાં પરિવર્તન અને હવાના પ્રદૂષણથી હિમાલય ગ્લેસિયર્સ પીગળવાની પ્રક્રિયા ઝડપી બને છે. તેનાથી આ ગ્લેસિયર્સ અને બરફના પાણી પર નિર્ભર 750 મિલિયન લોકોના જીવન અને આજીવિકા સામે જોખમ ઊભું થાય છે. જો ફેક્ટરીઓ, ફાયર, અને વ્હિકલના બ્લેક કાર્બન ડિપોઝિટ્સ પર લગામના વ્યાપક પ્રયાસો નહીં કરવામાં આવે તો સ્થિતિ વધુ વણસી શકે છે.
પૂજ્ય સ્વામીજીએ આઇસલેન્ડના એવા મહત્ત્વના સ્થળની મુલાકાત લીધી હતી, જ્યાં વાતનાજોકુલ ગ્લેસિયરનું મિલન સમુદ્ર સાથે થાય છે. તેમણે બરફ પીગળતો અને પાણીમાં ઓગળતો જોયો હતો. તેમણે જોયું કે માત્ર 30 સેકન્ડમાં બરફના ટૂકડા થાય છે અને પીગળી જાય છે. બે દિવસમાં સ્વામીજીએ જોયું કે સમગ્ર લેન્ડસ્કેપમાં કેવો બદલાવ આવે છે.
પ્રથમ દિવસે સ્વામીજીઓ આઇસલેન્ડના ડાયમંડ બીચ પર બરફની મહાકાય શિલાઓ જોઇ, જે બરફના મોટા મોટા ટૂકડાથી આચ્છાદિત હતી અને તે ડાયમંડ અને સૂર્યપ્રકાશ જેવી લાગતી હતી.આ પછીની સવારે તેઓ સૂર્યાદય વખતે વધુ સુંદર પ્રકાશમાં તે નીરખવા આવ્યા હતા. ત્રીજા દિવસ સુધીમાં આ તમામ બરફ ગાયબ હતો. બરફના વિશાળ બ્લોક સંપૂર્ણપણે પીગળી ગયા હતા તથા સમગ્ર બીચ પર રેતી અને ખડક સિવાય બીજું કંઇ ન હતું.
પૂજ્ય સ્વામીજીના વડપણ હેઠળ એક કલાકના ધ્યાન કરવામાં આવ્યું અને માત્ર એક કલાકમાં ગ્રૂપને પરિવર્તન દેખાયું હતું. માત્ર એક કલાકમાં કેટલું પરિવર્તન થાય છે તે જોવા તેમણે ટાઇમલેપ્સ વીડિયો સેટ કર્યો હતો. તેનું પરિણામ વિનાશક હતું.
પૂજ્ય સ્વામીજીએ વિશેષરૂપે ભારતના 75મા સ્વતંત્રતા દિને આઇસલેન્ડની યાત્રાનું આયોજન કર્યું હતું અને યુરોપના સૌથી મોટા ગ્લેસિયર પર ગર્વપૂર્વક ત્રિરંગો લહેરાવ્યો હતો. ભારતના સ્વતંત્રતા દિને તેમણે આઇસલેન્ડમાં રૂબરુમાં હાજર તથા વિશ્વના બીજા ભક્તો સાથે તેમણે મા પ્રકૃતિ અને વિશ્વના જળાશયોનું રક્ષણ અને જનત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
“તિરંગા અને આબોહવાના ઝંડાને એકસાથે રાખવાની જરૂર છે. આપણે આપણા રાષ્ટ્રના ધ્વજ અને આપણા પર્યાવરણની સુરક્ષાના ધ્વજને એકસાથે લહેરાવાની જરૂર છે.”
ગ્લોબલ ઇન્ટરફેશ WASH એલાયન્સ (GIWA) વિશ્વના જળના રક્ષણ અને જતન માટે સખત પરિશ્રમ કરે છે. આપણે જાણીએ છીએ કે આપણી સામે પાણી અછત છે, પરંતુ અમે હિમાયલ અને આઇસલેન્ડમાં જોયું છે કે બરફ ઓગળીને સમુદ્રમાં ભળી રહ્યો છે. આપણે આપણા જળ, આપણી પૃથ્વીને અને આરોગ્યને અદ્રશ્ય થતું જોઇ રહ્યાં છીએ.
હિમાલયના ગ્લેસિયર્સને બચાવવા પૂજ્ય સ્વામીજીના સૂચનો
1. ભારતમાં કાર્બન મુક્ત એનર્જી સેક્ટર માટે પ્રતિબદ્ધ બનો તથા સૂર્ય, પવન અને બીજા વૈકલ્પિક ઊર્જા સ્રોત્ર માટેની સબસિડીમાં વધારો કરો અથવા સ્થિર રાખો.
2. ચારધામ વિસ્તારમાં પ્રવેશતી તમામ કારના કાર્બન ઉત્સર્જનની ચકાસણી કરો.
3. હિમાલય વિસ્તારમાં કારને જવાની પરવાનગીની સંખ્યા પર મર્યાદા મૂકો. તેનાથી ગરમીના સ્તરને અંકુશમાં રાખવામાં મદદ મળશે.
4. કમ્યુનિટી સ્તરે જંગલની આગ અટકાવો અને આગની ઘટનાઓની દેખરેખ રાખો.
5. વધુને વધુ વૃક્ષ વાવો. તેનાથી તાપમાનમાં ઘટાડો થશે અને તે કાર્બનને ઓક્સિજનમાં તબદિલ કરવા આવશ્યક છે.
પૂજ્ય સ્વામીજીના વડપણ હેઠળ ગ્લોબલ ઇન્ટરફેથ WASH એલાયન્સ અને પરમાર્થ નિકેતન ભારતમાં વૃક્ષારોપણ માટે ઘણું કાર્ય કરી રહ્યાં છે. ચોમાસાની આ સીઝનમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે તેઓ ઉત્તરાખંડના ગઢવાલ અને કુમાઉ પ્રત્યેકમાં 200,000 વૃક્ષનું વાવેતર કરી રહ્યાં છે.
ઋષિકેશમાં મા ગંગાના કાંઠે ગંગા આરતીની દરેક સાંજે પૂજ્ય સ્વામીજી વૃક્ષારોપણ, સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ પર પ્રતિબંધ અને પર્યાવરણની સુરક્ષા માટે પ્રતિજ્ઞા અપાવીને દરેકને તે માટે પ્રેરણા આપે છે. તેઓ હંમેશ તેમની સિગ્નેચર ગિફ્ટ તરીકે છોડ આપે છે તથા છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઓછામાં ઓછા 1 મિલિયન વૃક્ષોનો ઉછેર કર્યો છે અથવા તેની પ્રેરણા આપી છે.
મહત્ત્વના તથ્યો
ગ્લોબલ વોર્મિંગથી મિલેનિયમના અંત સુધીમાં આઇસલેન્ડના ગ્લેસિયર્સ તેમની સાત ટકા સપાટી (750 ચોરસ કિલોમીટર) ગુમાવી છે. (phys.org).
હિમાલયના ગ્લેસિયર્સ 1875થી 2000ની વચ્ચે પીગળતા હતા તેના કરતાં બે ગણી ઝડપથી હાલમાં પીગળી રહ્યાં છે. (Borenstein, 2019).
ગંગોત્રી સહિત હિન્દુ કુશ હિમાલયર વિશ્વના કોઇપણ સ્થાન કરતા વધુ ઝડપથી ગરમ થઈ રહ્યાં છે અને હિમાલય 2050 સુધીમાં 3 ડિગ્રી ફેરનહીટ સુધી ગરમ થઈ શકે છે. (Borunda, 2019).
પર્યાવરણમાં પરિવર્તનને કારણે ભારત 2100 સુધીમાં તેની જીડીપીમાંથી વાર્ષિક આશરે 3થી 10 ટકા ગુમાવશે અને 2040 સુધીમાં ગરીબીના દરમાં 3.5 ટકાનો વધારો થશે. (Overseas Development Institute).
ભારતમાં ગ્લેસિયર દર વર્ષે 10થી 15 મીટરના સરેરાશ રેટે ઘટી રહ્યાં છે, જેમાં વધારો થઈ શકે છે. આ ગ્લેસિયર્સની નદીઓમાં પૂર આવી શકે છે અને પછી નદીઓ અદ્રશ્ય થઈ શકે છે. (National Intelligence Council Report).