ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાઈ ગયેલી ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પૂજારાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ ટેસ્ટમાં પૂજારાએ ટીમ ઈન્ડિયાના પ્રથમ ઈનિંગમાં 9 રન કરતાં જ ઓસ્ટ્રેલિયા સામે બે હજાર ટેસ્ટ રન પુરા કર્યા હતા. તે આવી સિદ્ધિ હાંસલ કરનારો ચોથો ભારતીય બેટર બન્યો છે. પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામે 24 મેચની 43 ઇનિંગ્સ આ સિદ્ધિ મેળવી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામે 5 સદી અને 11 અડધી સદી કરી છે. ઓસ્ટ્રેલિયા સામે તેની એવરેજ પણ 50 રનથી વધુની રહી છે.
સચિન તેંડુલકરે ભારત તરફથી ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ – 39 મેચની 74 ઇનિંગ્સમાં 3630 રન કર્યા છે. એ પછી વીવીએસ લક્ષ્મણે 29 ટેસ્ટની 54 ઇનિંગ્સમાં 2434 રન અને ત્રીજા ક્રમે રાહુલ દ્રવિડે 32 ટેસ્ટની 60 ઇનિંગ્સમાં 2143 રન કર્યા હતા.